
એકપક્ષીય છૂટાછેડામાં જો કોઈ એક પક્ષ છૂટાછેડા માંગે છે પરંતુ બીજો પક્ષ તૈયાર નથી. તો કેટલાક કાનૂની આધારો પર છૂટાછેડા માંગી શકાય છે, કલમ 13ના છૂટાછેડા કલમ 13 હેઠળ છૂટાછેડા માટેના કારણો, વ્યભિચાર,ક્રૂરતા, પરિત્યાગ, ધર્મ પરિવર્તન,માનસિક વિકાર, સંક્રામક રોગ, સંન્યાસ વગેરે. હવે આપણે મહિલાઓના વિશેષ અધિકારો વિશે વાત કરીએ તો પતિ બીજી પત્ની સાથે રહેતો હોય.

આપણે સુપ્રીમ કોર્ટના મહત્વના જજમેન્ટ વિશે વાત કરીએ તો, નરેશ કુમાર અને મીના કુમારી 2014 સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો લગ્નમાં અસમર્થનીય ક્રૂરતા છે. તો છૂટાછેડા આપવામાં આવી શકે છે. મુસ્લિમો, ખ્રિસ્તીઓ, પારસીઓ અને અન્ય ધર્મોના લોકો માટે અલગ અલગ લગ્ન અને છૂટાછેડા માટે કાયદા બનાવવામાં આવ્યા છે.

Special Marriage Act, 1954 આ કાયદો એવા લોકોને લાગુ પડે છે જેઓ આંતર-ધાર્મિક લગ્ન કરે છે અથવા તેમના અંગત કાયદાની બહાર લગ્ન કરવા માંગે છે. આ હેઠળ પણ, છૂટાછેડા માટેના આધારો એટલે કે પરસ્પર સંમતિથી અથવા એકપક્ષીય રીતે હિન્દુ લગ્ન કાયદા હેઠળ સમાન છે.

શું એક જ પક્ષ છૂટાછેડા માંગે તો છૂટાછેડા મળી શકે છે? હા જો છૂટાછેડા માટે માન્ય કાનૂની આધારો હોય (જેમ કે ક્રૂરતા, વ્યભિચાર, વગેરે) જો કોર્ટને લાગે કે, બંન્ને વચ્ચે કોઈ સમાધાન સંભવ નથી. તો અદાલત 'Irretrievable Breakdown of Marriage'ના આધાર પર છૂટાછેડા આપી શકે છે. ભલે બંન્ને પક્ષ સમંત ન હોય.

કોર્ટ સંપૂર્ણ તપાસ બાદ છૂટાછેડા આપે છે અને જો કોઈ યોગ્ય કારણ નહિ હોય તો છૂટાછેડાની અરજી પણ નકારી શકાય છે.છૂટાછેડાની પ્રક્રિયા દરમિયાન કોર્ટ દ્વારા બાળકોની કસ્ટડી, મિલકતનું વિભાજન અને ભરણપોષણ જેવા મુદ્દાઓ પણ ધ્યાનમાં લેવામાં આવે છે.છૂટાછેડા પરસ્પર સંમતિથી હોય કે એકપક્ષીય રીતે, સ્ત્રીઓને ભરણપોષણ અને રક્ષણના વિશેષ અધિકારો છે.
Published On - 8:47 am, Sat, 15 February 25