
નિયમ 54 હેઠળ પેન્શન મેળવવા માટે કોણ હકદાર છે? આ નિયમ હેઠળ કર્મચારીના નિધન બાદ તેના પેન્શનના હકકદારોની વાત કરીએ તો. તેનો જીવન સાથી (જેનું મૃત્યું થયુ છે પતિ કે પત્ની) તેના બાળકો, તેના માતા-પિતા, ભાઈ બહેન.

લગ્ન થઈ ગયા બાદ જો દીકરી વિધવા થઈ જાય છે તો તે પેન્શન માટે હકકદાર હોય છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્રિય સિવિલ સેવા પેન્શન નિયમ 2021 મુજબ, અપરણિત, છૂટાછેડા તેમજ વિધવા દીકરીઓ, તેઓ ફેમિલી પેન્શન માટે હકદાર છે અથવા કહો કે તેઓ તેના માટે લાયક છે.

મૃતક પેન્શનધારકની પુત્રી લગ્ન ન કરે, નોકરી ન મેળવે અથવા માનસિક કે શારીરિક રીતે અક્ષમ ન થાય ત્યાં સુધી ફેમિલી પેન્શન મેળવવા માટે પાત્ર રહે છે. જો કોઈના માતા કે પિતા સરકારી કર્મચારી હોય અને જો તેમની પુત્રી અપરિણીત, છૂટાછેડા લીધેલી અથવા વિધવા હોય, તો આવા કર્મચારીઓની ગેરહાજરીમાં, પુત્રી કૌટુંબિક પેન્શન મેળવવા માટે હકદાર છે.

જો કોઈ સરકારી કર્મારીએ ફોર્મ 4માં પોતાની દીકરીનું નામ નાંખ્યું છે. તો તેને અધિકારિક રીતે પરિવારનો સભ્ય માનવામાં આવે છે. નિયમ મુજબ જો દીકરી માનસિક કે શારીરિક હેન્ડીકેપ છે. તો તેને જીવનભર પરિવારિક પેન્શન મળી શકે છે. મૃતક સરકારી કર્મચારીની વિધવા કે છૂટછેડા લીધેલી દીકરી જીવનભર ફેમિલી પેન્શન મેળવવા માટે હક્કદાર બની શકે છે.

ભારત સરકારે અપરિણીત દીકરીઓ માટે કૌટુંબિક પેન્શન મેળવવા માટેની પાત્રતા અંગે કેટલાક નિયમો નક્કી કર્યા છે.અપરિણીત પુત્રી માટે કૌટુંબિક પેન્શન મેળવવા માટેની પાત્રતાની શરતો

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)