
ધ્વનિ પ્રદૂષણ (Noise Pollution) નિયમો હેઠળ: Noise Pollution (Regulation and Control) Rules, 2000 મુજબ રાત્રે 10:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે. ખાસ પ્રસંગોમાં (જેમ કે દિવાળી, નવા વર્ષ) માટે રાજ્ય સરકાર સમયસીમામાં છૂટ આપી શકે છે. ઉલ્લંઘન થવાથી પર્યાવરણ સુરક્ષા અધિનિયમ હેઠળ કાર્યવાહી થાય છે.

વિસ્ફોટક પદાર્થ અધિનિયમ (Explosives Act, 1884 & Explosives Rules, 2008): જો કોઈ વ્યક્તિ લાયસન્સ વગર ફટાકડાનો સ્ટોલ નાખે છે, બનાવે છે કે પછી વેચે છે. ગેરકાયદેસર રીતે જાહેરમાં વાપરે છે. તો તેના પર વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ ગુનો લાગુ પડે છે. સજા: છ મહિના થી 3 વર્ષ સુધીની કેદ અને દંડ બંને થઈ શકે છે.

સ્થાનિક પોલીસ ધારા / મહાનગરપાલિકા નિયમો: સ્થાનિક પોલીસ અધિનિયમ (જેમ કે Gujarat Police Act, 1951) મુજબ પણ જો કોઈ વ્યક્તિ જાહેર શાંતિ ભંગ કરે છે અથવા ભીડમાં ખતરનાક રીતે ફટાકડા ફોડે છે તો પોલીસ કાર્યવાહી કરી શકે છે.