
ત્યારબાદ તેમણે શોરૂમના મેનેજર વિરુદ્ધ ગ્રાહક ફોરમનો સંપર્ક કર્યો. ફોરમે શોરૂમને 8 જાન્યુઆરી, 2024 સુધીમાં તેમને ચંપલની કિંમત, માનસિક ત્રાસ માટે 2,500 રૂપિયા અને મુકદ્દમા ખર્ચ તરીકે 5,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો. જોકે, શોરૂમે ગ્રાહક ફોરમના આદેશની અવગણના કરી.

તો ચાલો આખરે આ સમગ્ર મામલો શું હતો. આ મામલો વર્ષ 2022નો છે. સીતાપુરમાં રહેતા એક વ્યક્તિએ બ્રાન્ડેડ શોરુમમાંથી ચંપલ ખરીદ્યા હતા. જેમાં 6 મહિનાની વોરંટી પણ આપવામાં આવી હતી. પરંતુ ચંપલ એક મહિનામાં તુટી જતા વ્યક્તિ શો રુમમાં જઈ સમગ્ર વાત કરી તો આ ફરિયાદનો કોઈ જવાબ આપવામાં આવ્યો નહી. તેમજ ચંપલ પણ તુટેલા રાખી લીધા હતા.

સમગ્ર વાતથી પરેશાન થઈ આ વ્યક્તિએ17 ઓક્ટોબર 2022ના રોજ જિલ્લા ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી. નોટિસ છતાં, મેનેજર ફોરમ સમક્ષ હાજર થયા નહીં કે કોઈ જવાબ આપ્યો નહીં.

ત્યારબાદ, 8 જાન્યુઆરી 2024ના રોજ, ફોરમે આદેશ આપ્યો કે ચંપલની કિંમત, માનસિક હેરાનગતિ માટે2,500 રૂપિયા અને મુકદ્દમાના ખર્ચમાં5,000 રૂપિયા ચૂકવવામાં આવે. જોકે, આ આદેશનું પણ પાલન કરવામાં આવ્યું ન હતું.

મેનેજર વિરુદ્ધ ધરપકડનું વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. એએસપી નોર્થ આલોક સિંહે કહ્યું, કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે. આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)