
એસિડ વેચાણ પર પ્રતિબંધ: ભારતમાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર એસિડનું ખુલ્લું વેચાણ પ્રતિબંધિત છે. દુકાનદારને ખરીદદારોની ઓળખ (ID Proof) અને રેકોર્ડ રાખવો ફરજિયાત છે. નાબાલિકોને એસિડ વેચવું કાયદેસર ગુનો છે.

(પીડિતાને મળતા અધિકાર અને સહાય) તાત્કાલિક તબીબી સારવાર: કોઈપણ સરકારી કે ખાનગી હોસ્પિટલ એસિડ એટેક પીડિતાને તાત્કાલિક સારવાર આપવી ફરજિયાત છે. વળતર યોજના: રાજ્ય સરકાર દ્વારા ₹3 લાખ સુધીનું વળતર નક્કી કરવામાં આવ્યું છે. કેટલીક રાજ્યોમાં આ રકમ વધારે કે ઓછી પણ હોઈ શકે છે. કાનૂની સહાય: મફત કાનૂની સહાય અને સલામતી માટે પોલીસ પ્રોટેક્શન મળી શકે છે.

એસિડ એટેક માત્ર એક વ્યક્તિ પરનો હુમલો નથી, તે સમાજની માનવતાને પડકાર આપે છે. આવા ગુનાઓ સામે કડક સજા અને તાત્કાલિક ન્યાય આપવો જ જરૂરી છે. દરેક વિદ્યાર્થીની, મહિલા અને નાગરિકને પોતાના સુરક્ષા અધિકાર વિશે માહિતગાર રહેવું જોઈએ.