
મોટાભાગના લોકો મોંઘા પ્રીમિયમને કારણે ઈન્સ્યોરન્સ લઈ શકતા નથી. આવી સ્થિતિમાં, મોદી સરકારની એક યોજના સામાન્ય લોકો માટે આ સમસ્યાનો ઉકેલ બની ગઈ છે. કેન્દ્ર સરકારે ગરીબોને ધ્યાનમાં રાખીને ઘણી યોજનાઓ શરૂ કરી છે. એવામાં ઈન્સ્યોરન્સને લગતી એક યોજના હાલમાં ખૂબ જ ચર્ચામાં છે.

આ યોજના હેઠળ, પોલિસીધારકને ₹2 લાખનું વીમા કવરેજ મળે છે. આમાં સૌથી મહત્વની વાત એ છે કે, તેમને આ કવરેજ માટે કોઈ મોંઘું પ્રીમિયમ ચૂકવવાની જરૂર નથી. આ યોજનામાં પોલિસીધારકને દર વર્ષે ફક્ત ₹20 ચૂકવવાની જરૂર છે.

ભારત સરકાર દ્વારા ગરીબો માટે શરૂ કરાયેલી આ વીમા યોજના હેઠળ, જો કોઈ અકસ્માતને કારણે મૃત્યુ પામે છે અથવા અપંગ બને છે, તો તેમને 2 લાખ રૂપિયા સુધીનું કવરેજ મળશે. બીજું કે, 18 થી 70 વર્ષની વયના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ વીમા યોજના માટે વાર્ષિક પ્રીમિયમ 20 રૂપિયા છે. આનો અર્થ એ છે કે, માસિક ખર્ચ 2 રૂપિયાથી ઓછો હશે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) હેઠળ રજીસ્ટ્રેશન કરાવવા માટે વ્યક્તિની ઉંમર 18 થી 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ વીમા માટે કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી છે.

જો તમારી પાસે બહુવિધ (Multiple) બેંક એકાઉન્ટ છે, તો તમે ફક્ત એક જ બેંક એકાઉન્ટ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ ઈન્સ્યોરન્સમાં પ્રીમિયમ 'ઓટો-ડેબિટ સિસ્ટમ' દ્વારા તમારા ખાતામાંથી 'ઓટો-ડેબિટ' થશે. જો કે, આ માટે તમારે પરવાનગી આપવી પડશે.
Published On - 2:12 pm, Sat, 29 November 25