
સ્કિન બેંકમાં રહેલી ચામડીનો 5 વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે. સિવિલ હોસ્પિટલમાં બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં વર્ષમાં આશરે 400થી વધારે દાઝેલા દર્દી દાખલ થાય છે અને અન્ય એકસીડન્ટના દર્દીઓ કે જેમનામાં ચામડી લગાવવાની જરૂર પડે છે તેવા 200થી વધારે ચામડી લગાવવાના ઓપરેશન કરવામાં આવે છે.

સિવિલ હોસ્પિટલ અમદાવાદની સ્કિન બેંક રાજ્ય સરકાર અને રોટરી ક્લબ કાંકરીયાના સહયોગથી બનાવવામાં આવેલ છે. રોટરી ક્લબ કાંકરીયા દ્વારા લગભગ 48 લાખ રૂપિયાના સાધનો ડોનેટ કરવામાં આવેલ છે અને આ સ્કિન બેંક બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ દ્વારા ચલાવવામાં આવશે.