
જેમાં ભક્તો માટે 24 કલાક હેલ્પલાઈન, તેમજ જરુરી જાણકારી તેમજ જરુરી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. તો જો તમે પણ મહાકુંભ મેળામાં જઈ રહ્યા છો તો ગુજરાત પ્રવાસન વિભાગે ગુજરાત પેવેલિયન નંબર 1800-180-5600 સેવ કરી લેજો. આ તમને મહાકુંભ મેળામાં ખુબ ઉપયોગી રહેશે.

મહાકુંભમાં આવતા ભક્તો અને પ્રવાસીઓ ગુજરાતના હસ્તકલા વારસા વિશે જાણી શકે અને ખરીદી પણ કરી શકે તે માટે ગુજરાતની વિવિધ હસ્તકલાના અંદાજે 15 સ્ટોલ પણ મૂકવામાં આવ્યા છે. આ પેવેલિયનમાં ગુજરાતની ગ્રામીણ મહિલાઓ દ્વારા સંચાલિત 10 સ્ટોલ છે.

જેમાં યાત્રાળુઓ સ્વાદિષ્ટ ગુજરાતી ભોજનનો આનંદ માણી શકશે. આ પગલાંથી, ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ આત્મનિર્ભર બનશે. જો તમે પણ તમારા માતા-પિતાને લઈ મહાકુંભમાં જઈ રહ્યા છો. તો એક વખત ગુજરાત પેવેલિયનની જરુર મુલાકાત લેજો.