Mahakumbh 2025 : જો તમે નાના બાળકો સાથે મહાકુંભમાં જઈ રહ્યા છો, તો આ 5 વસ્તુઓનું જરુર ધ્યાન રાખજો

|

Jan 22, 2025 | 3:33 PM

મહાકુંભ દરમિયાન મેળામાં ખુબ જ ભીડ હોય છે. ત્યારે હંમેશા મેળા દરમિયાન બાળકો ગુમ થવાના સમાચાર પણ આવતા હોય છે.આવા સમયે તમારે તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

1 / 6
12 વર્ષમાં એક વખત થનારા આ મહાકુંભમાં આ વર્ષે કરોડો લોકો આવવાની શકયતા છે. ત્યારે ભીડને નિયંત્રણ કરવા માટે તેમજ કોઈ ઘટના ન બને તે માટે યુપી સરકાર અલર્ટ પર છે. મહાકુંભ પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરુ થઈ 26 ફ્રેબુઆરી સુધી ચાલશે.

2 / 6
કુંભ મેળામાં જો તમે પરિવાર સાથે આવવાનો પ્લાન બનાવી રહ્યા છો. તેમજ તમારી સાથે નાના બાળકો પણ છે. મહાકુંભ દરમિયાન, એવું બની શકે છે કે તમારું બાળક મેળામાં ખોવાઈ જાય. તેથી તમારા બાળકની સંભાળ રાખવા માટે, તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

3 / 6
જેના માટે જરુરી છે. નાના બાળકોનો હાથ પકડીને રાખો. તમારા બાળકોને એ વાત પણ સમજાવો કે, મેળામાં તમારી સાથે જ રહે.જ્યારે તમે હોટલ કે મહાકુંભના ટેન્ટમાંથી બહાર નીકળી રહ્યા છો. તો બાળકોના ખીસ્સામાં એક પેપર પર ફોન નંબર અને એડ્રેસ લખી દો, જેનાથી જો તમારું બાળક ખોવાય પણ જાય છે અને કોઈને મળે છે. તો તે તમારા સુધી સરળતાથી પહોંચાડી દેશે.

4 / 6
આ સાથે તમારા બાળકોને ફોન નંબર મોઢે કરાવી દો, જો ખોવાઇ જાય તો ફોન કરી તમારા સુધી પહોંચી શકે, તેમજ બાળકોને એક વાત જરુર શીખવાડો કે જો તમે મહાકુંભ મેળામાં ગુમ થઈ જાવ છો તો, કોઈ અજાણી વ્યક્તિ પાસે જવું નહિ. કોઈ પોલીસ અધિકારી પાસે જવું, જે તમારા બાળકોને તમારા સુધી પહોંચાડી દેશે.

5 / 6
જો તમારું બાળક ખોવાઈ જાય, તો તમે મહા કુંભ મેળાના જાહેરાત કેન્દ્રમાં જઈ શકો છો જ્યાંથી તમે તમારા બાળકના ખોવાઈ જવાની જાહેરાત કરી શકો છો. જો બાળક ખૂબ નાનું હોય, તો તેનો હાથ પકડીને ભીડમાં ચાલવાને બદલે તેને ઉંચકીને લઈ જાવ.

6 / 6
જો કોઈ બાળક ગુમ થઈ જાય, તો તાત્કાલિક પોલીસ અધિકારીને જાણ કરો જેથી તેને શોધી શકાય. જો મહાકુંભ સ્નાન દરમિયાન ઘાટ પર ઘણી ભીડ હોય, તો બાળકને પાણી તરફ ન લઈ જાઓ.

Next Photo Gallery