
તેમણે કહ્યું કે, પીએસીની 10, એનડીઆરએફની 12 અને એસડીઆરએફની છ કંપનીઓ સ્નાન કરનારાઓની મદદ માટે તૈનાત કરવામાં આવી રહી છે, જે કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ હશે.

સાહનીએ કહ્યું કે, અહીંની પાણી પોલીસ સ્થાનિક લોકોની એક ટીમને પણ તાલીમ આપી રહી છે. જેમાં કુંભ મેળામાં સ્નાન કરી રહેલા સંતો અને ભક્તોની સુરક્ષા માટે 200થી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવશે.