
એવું માનવામાં આવે છે કે જો ઘરમાં લીંબુનો છોડ યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો તે આર્થિક સમૃદ્ધિને આકર્ષિત કરે છે. ( Credits: Getty Images )

લીંબુમાં રહેલા ઔષધીય ગુણો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. તેના પાંદડા અને ફળોનો ઉપયોગ આયુર્વેદિક દવામાં થાય છે. ( Credits: Getty Images )

જો ઘરમાં વાસ્તુ દોષ હોય, તો લીંબુનું ઝાડ તેને ઘટાડવામાં મદદરૂપ થાય છે. જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર, લીંબુ ખરાબ નજર અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. ( Credits: Getty Images )

શનિ ગ્રહના દોષોથી પીડિત લોકોએ પોતાના ઘરમાં લીંબુનો છોડ લગાવવો જોઈએ. તે શનિની નકારાત્મક ઉર્જાને ઘટાડે છે. ( Credits: Getty Images )

રાહુ અને કેતુના પ્રભાવને ઘટાડવામાં પણ લીંબુનો છોડ અસરકારક માનવામાં આવે છે.જો કુંડળીમાં કોઈ ગ્રહદોષ હોય તો નિયમિતપણે લીંબુના ઝાડના મૂળમાં પાણી ચઢાવવાથી રાહત મળે છે. ( Credits: Getty Images )

લીંબુનું ઝાડ ઘરની દક્ષિણ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં પણ લગાવી શકાય છે.ઘરના મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુ લીંબુનું ઝાડ લગાવવું શુભ માનવામાં આવે છે. ( Credits: Getty Images )

આ ઉપરાંત, તમે ઘરની બહાર તુલસી, નારિયેળ અને અશોકનું વૃક્ષ લગાવી શકો છો. આ છોડ લગાવવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે. આ છોડને ઘરમાં લગાવવા ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ શુભ માનવામાં આવે છે ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.) ( Credits: Getty Images )
Published On - 7:14 pm, Thu, 13 March 25