
રેલવે મહિલાઓની સુરક્ષા માટે મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં અલગ અલગ કોચ હોય છે. જેમાં મહિલાઓ કોઈ પણ ડર વગર મુસાફરી કરી શકે છે. આ ડબ્બાઓમાં પુરુષો માટે પ્રતિબંધ હોય છે.તમે તેમાં એકલા પણ મુસાફરી કરી શકો છો.

જો મહિલા મુસાફર રાત્રે ટિકિટ વગર મુસાફરી કરે છે. તો પણ તમને કોઈ પણ રેલવે કર્મચારી ટ્રેનની નીચે ઉતારી શકશે નહી. મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી ભારતીય રેલવેએ આ નિયમ બનાવ્યો છે.

રેલવે મહિલાઓને વિશેષ સુવિધા આપવા સતત પ્રયત્નો કરી રહી છે. ત્યારે રિઝર્વ કોચમાં એકલા મુસાફરી કરી રહેલી મહિલાઓ માટે ટ્રેનમાં મહિલા સુરક્ષાકર્મચારીની ડ્યુટી રાખવામાં આવે છે.

રેલવે સ્ટેશન પર હંમેશા લોકો ટ્રેનના સમય કરતા 1-2 કલાક વહેલા આવી જતાં હોય છે. ત્યારે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તેના માટે અલગથી વેટિંગ લાઉજની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રહી રાત્રે મુસાફરી કરનારી મહિલા કોઈ પણ ડર વગર રહી શકે છે.

ખાસ અને મહત્વની વાત એ છે કે, ટ્રેનમાં એકલા મુસાફરી કરતી વખત મહિલા જો સીટ પર પોતાને સુરક્ષિત માનતી નથી તો તે ટીટીઈ સાથે વાત કરી પોતાની સીટ બદલી પણ શકે છે.