
તેઓ વૈદિક યુગની પરંપરા સાથે સંબંધિત છે જ્યાં બ્રાહ્મણો વેદોનો અભ્યાસ કરતા હતા અને સમાજને ધાર્મિક અને શૈક્ષણિક માર્ગદર્શન આપતા હતા.

ઇતિહાસમાં, કાશી, પ્રયાગ અને મિથિલા ક્ષેત્રના પાંડે બ્રાહ્મણોને ખાસ માન્યતા હતી. તેમને શાસ્ત્રો અને ધાર્મિક વિધિઓમાં નિષ્ણાત માનવામાં આવતા હતા.

ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી, પ્રયાગરાજ, ગોરખપુર સહિતના શહેરોમાં આ સમુદાય જોવા મળે છે. તેમજ ઉત્તરાખંડના પૌડી, ટિહરી, ચમોલીમાં પણ આ સમુદાયના લોકો વસવાટ કરે છે.

આ ઉપરાંત બિહારના મધુબની, દરભંગા અને ગયામાં તેમજ મધ્ય પ્રદેશના રીવા, સતના અને જબલપુરમાં વસવાટ કરે છે.

તો ભગવદ્ગોમંડલમાં જણાવ્યા અનુસાર પાંડે અટક પારસી અને બ્રાહ્મણમાં જોવા મળે છે.

પાંડે અટક વિદ્વતા, બ્રાહ્મણ પરંપરા અને વૈદિક સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. આ એક આદરણીય નામ છે જે શાણપણ અને ધાર્મિક શિસ્તનું પ્રતીક માનવામાં આવે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)