
રોશન અટક ભારતમાં જોવા મળતી અટકમાંથી એક છે. રોશન શબ્દ ફારસી અને ઉર્દૂ મૂળનો છે. જેનો શાબ્દિક અર્થ તેજસ્વી, પ્રકાશથી ભરેલો થાય છે.

રોશન શબ્દને સકારાત્મકતા, શાણપણ અને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે. ઘણી વખતે વ્યક્તિને આપવામાં આવેલું ઉપનામ અટકમાં બદલાઈ જાય છે.

ભગવદ્ગોમંડલમાં જણાવ્યા અનુસાર રોશનનો અર્થ પ્રકાશિત, તેજસ્વી, ચકચકિત, ચળકતું, પ્રસિદ્ધ, મશહૂર, જાણીતું, થાય છે.

મધ્યયુગીન સમયગાળામાં ભારતમાં રોશન નામનો ઉપયોગ વધ્યો છે. જ્યારે ફારસી અને તુર્કી મૂળના લોકો ભારતમાં આવ્યા અને તેમના નામમાં રોશન ઉમેરવાનું શરુ કર્યું હતું.

મુઘલ સમયગાળા અને દિલ્હી સલ્તનત દરમિયાન, આ શબ્દ દરબાર, સાહિત્ય અને સૂફી પરંપરામાં લોકપ્રિય હતો. સુફી સંતો અને કવિઓ ઘણીવાર "રોશન" નામનો ઉપયોગ અટક તરીકે કરતા હતા.

19મી-20મી સદીમાં, ઘણા મુસ્લિમ અને કેટલાક હિન્દુ/શીખ પરિવારોએ "રોશન" ને કાયમી અટક તરીકે અપનાવી હતી. તે ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના ઘણા ભાગોમાં જોવા મળે છે.

ભારતમાં રોશન અટકના લોકો ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં વસવાટ કરે છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)