શું લોટ પણ એક્સપાયર થાય ? જાણો ઘઉં કે મેંદાનો લોટ કેટલા દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાય, જુઓ તસવીરો
ભારતના દરેક ઘરમાં ઘઉં અને મેંદાનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાંથી રોટલી, પરાઠા, કેક સહિતની અનેક વાનગીઓ બનાવવામાં આવે છે. આ ઉપરાંત લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય તેવા નાસ્તા પણ બનાવી શકાય છે.
1 / 6
ઘઉંનો લોટ અને મેંદાનો કે અન્ય કોઈપણ પ્રકારનો લોટ જો લાંબો સમય સંગ્રહિત કરવામાં આવે તો તે બગડી શકે છે. ઘઉંના લોટનો ઉપયોગ મોટા ભાગના ઘરોમાં થાય છે. જો યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવે તો તેની શેલ્ફ લાઇફ સામાન્ય રીતે 6 મહિનાથી 1 વર્ષ સુધીની હોય છે.
2 / 6
જ્યારે મેંદો અને અન્ય લોટની શેલ્ફ લાઇફ ઓછી હોય છે કારણ કે અન્ય લોટમાં વધુ પ્રોસેસિંગ કરવામાં આવે છે. જેથી આ લોટ ઝડપથી બગડતા નથી. તો આજે જોઈશું ક્યો લોટ કેટલા દિવસ સુધી સંગ્રહિત કરી શકાય છે.
3 / 6
ઘઉંનો લોટ પોષણથી ભરપૂર હોય છે. આ સિવાય નેચરલ ઓઈલ પણ તેમાં હોવાથી તે ઝડપી બગડી શકે છે. સામાન્ય રીતે ઘઉંનો લોટ સામાન્ય તાપમાનમાં 1-3 મહિના સુધી રહે છે. જો રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરવામાં આવે તો તે 6 મહિના સુધી ફ્રેશ રહી શકે છે. જો ફ્રીઝરમાં સંગ્રહિત કરવામાં આવે તો તેની શેલ્ફ લાઇફ 1 વર્ષ સુધી વધી શકે છે.
4 / 6
મેંદાના લોટમાં વધુ અને લાંબા સમય સુધી ચાલે છે. સામાન્ય રીતે લોટ 6-8 મહિના સુધી સુરક્ષિત રહે છે. જો રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરવામાં આવે તો તેની શેલ્ફ લાઇફ 1 વર્ષ સુધીની હોઈ શકે છે.
5 / 6
તેમજ અન્ય પ્રકારના લોટ જેવા કે બાજરી, જુવાર અથવા મકાઈનો લોટની શેલ્ફ લાઇફ 1-2 મહિના છે. લોટમાંથી ગંધ આવે ત્યારે અથવા તો લોટનો રંગ બદલાઈ ગયો હોય તો તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
6 / 6
જો લોટમાં નાના જંતુઓ અથવા નાના કણો દેખાય તો તેને તરત જ ફેંકી દો. તેમજ બગડેલા લોટનો સ્વાદ કડવો હોઈ શકે છે અથવા તેનો સ્વાદ વિચિત્ર હોઈ શકે છે.(All Pic - Freepik)
Published On - 10:06 am, Sat, 4 January 25