Health Benefits : ગોળ ખાવાના આ 8 ફાયદા દરેકે જાણવા જરૂરી

|

Nov 16, 2024 | 8:38 PM

શેરડીનો ગોળ સૌથી વધુ લોકપ્રિય અને વધુ ઉપયોગમાં લેવાય છે. તેમાં ઘણા જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. ઉદાહરણ તરીકે, કેલ્શિયમ, આયર્ન, ઝીંક અને ફોસ્ફરસ વગેરે હોય છે. ગોળનું સેવન કરવાથી એનિમિયા જેવી બિમારીઓથી બચી શકાય છે. શેરડીનો ગોળ આપણા લિવરને પણ ડિટોક્સ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

1 / 9
આયર્નથી ભરપૂર  હોવાથી ગોળ એનિમિયા સામે લડવામાં મદદ કરી શકે છે, ખાસ કરીને સ્ત્રીઓમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ હૃદયના સ્વાસ્થ્ય અને બ્લડ પ્રેશરને સુધારવામાં મદદ કરે છે. ગોળ પાચનતંત્રને મજબૂત કરે છે. ગોળનું નિયમિત સેવન કરવાથી પાચનતંત્ર સક્રિય રહે છે, જેનાથી કબજિયાત, પેટ ફૂલવું અને ગેસ જેવી સમસ્યાઓ ઓછી થાય છે.

2 / 9
ગોળ એક કુદરતી સ્વીટનર છે, જે ઘણા ફાયદાઓથી ભરપૂર છે. ગોળનું સેવન કરવાથી શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે, કારણ કે તેમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. તેમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો ગોળમાં પ્રોટીન, કેલરી, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે હોય છે

3 / 9
વજન ઘટાડવામાં મદદરૂપ: વજન ઘટાડવામાં ગોળ ખૂબ અસરકારક છે. ગોળની કુદરતી મીઠાશ પાચનતંત્રને ઝડપી કરવાની સાથે વજન ઘટાડવાની ગતિ પણ ઝડપી બનાવી શકે છે. તેનાથી વજન બેલેન્સ કરવામાં મદદ મળે છે, ગોળ ખાવાથી પેટની બીમારીઓ થતી નથી,જેમને ગેસ અથવા એસિડિટીની સમસ્યા હોય તેમને ગોળ ખાવો  જોઈએ, સવારે ઉઠ્યા પછી ખાલી પેટે ગોળ ખાવાથી પાચન શક્તિ મજબૂત થાય છે અને ભૂખમાં પણ વધારો થાય છે. ગરમ દૂધ સાથે ગોળનુ સેવન કરવાથી પેટના દુખાવામાંથી રાહત મળે છે. તેનાથી પેટને લગતી સમસ્યા દૂર થઈ જશે.

4 / 9
શરદી-ઉધરસ: જે વ્યક્તિને  શરદી-ઉધરસની તકલીફ હોય તેઓએ ગોળનું સેવન કરવું જોઈએ. ગોળમાં રહેલ ગુણકારી તત્વ શરદી-ઉધરસ ભગાડવામાં ખૂબ ફાયદાકારક છે, શરદી અને કફ હોય તો કાળા મરી અને આદુ સાથે ગોળ ખાવો જોઈએ. ઉધરસ હોય તો ગોળને આદુ સાથે ગરમ કરીને ખાવાથી ગળાની ખરાશ અને બળતરા દૂર થાય છે.

5 / 9
હાડકાંની શક્તિ વધારે: કેલ્શિયમ અને ફોસ્ફરસ ગોળમાં પુષ્કળ પ્રમાણમાં હોય છે, તેથી તે હાડકાંને મજબૂત કરવા માટે ખૂબ અસરકારક છે.

6 / 9
બ્લડ પ્રેશરમાં રાહત: જો કોઈને બ્લડપ્રેશરની સમસ્યા છે, તો ગોળ એ રામબાણ ઈલાજ છે. ગોળનું સેવન કરવાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રિત રહે  છે.

7 / 9
લોહીની અછત દૂર થશે: ગોળમાં  પુષ્કળ પ્રમાણમાં લોહ તત્વ હોય છે, ગોળ હિમોગ્લોબિનની ઉણપને દૂર કરે છે. ગોળનું સેવન કરવાથી શરીરમાં લાલ રક્તકણોની માત્રા વધે છે અને એનિમિયા મટે છે.

8 / 9
ત્વચામાં ગ્લો: ગોળ અને દૂધ એક સાથે સેવન કરવાથી ચામડી પર ખુબજ મોટી અસર પડે છે. ત્વચા નરમ થઈ જાય છે, તેનાથી નીખાર આવે છે અને ખીલની સમસ્યા પણ સમાપ્ત થાય છે.

9 / 9
નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.

Next Photo Gallery