Drumstick Soup Recipe : વાળથી લઈને ત્વચા સુધી ફાયદાકારક છે સરગવો,જાણો સૂપ બનાવવાની રીત

શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખવાની સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આવી સ્થિતિમાં સરગવાનો સૂપ એક સારો વિકલ્પ બની શકે છે. સરગવાની શીંગમાંથી બનતું આ સૂપ સ્વાદિષ્ટ હોવાની સાથે તેમાં આયર્ન અને વિટામિન C જેવા પોષક તત્વો પણ મળે છે. તો ચાલો જાણીએ સરગવાનો સૂપ પીવાના 7 ફાયદા અને તેને બનાવવાની રીત.

| Updated on: Nov 21, 2026 | 3:08 PM
1 / 7
સરગવો પોષક તત્વોથી ભરપૂર શાકભાજી છે. તેમાં વિટામિન C જેવા પોષક તત્વો હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને સપોર્ટ કરવામાં મદદ કરે છે. શિયાળામાં ગરમાગરમ સરગવાનો સૂપ પીવાથી શરીરને પોષણ મળે છે. આથી તેને શિયાળાના ડાયટ પ્લાનમાં સામેલ કરી શકાય છે.

2 / 7
શરીરમાં આયર્નની ઉણપ હોય તો ડાયટમાં પોષક તત્વોથી ભરપૂર ખોરાક સામેલ કરવો જરૂરી છે. સરગવામાં આયર્નનો સારો સ્ત્રોત છે. તેના સૂપનું સેવન કરવાથી શરીરને આયર્ન મળી શકે છે. ખાસ કરીને આયર્નની ઉણપ ધરાવતા લોકો સંતુલિત આહારના ભાગરૂપે આ સૂપનો સમાવેશ કરી શકે છે.

3 / 7
સરગવામાં રહેલા પોષક તત્વો ત્વચાના સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. તેમાં વિટામિન C હોય છે, જે કોલેજન બનાવવાની પ્રક્રિયામાં મદદ કરે છે. આથી સરગવાને સંતુલિત આહારમાં સામેલ કરવાથી ત્વચાને જરૂરી પોષણ મળી શકે છે. શિયાળામાં સરગવાનો સૂપ એક હેલ્ધી ફૂડ વિકલ્પ બની શકે છે.

4 / 7
વાળને સ્વસ્થ રાખવા માટે શરીરને પૂરતું પોષણ મળવું જરૂરી છે. સરગવા માં રહેલા વિવિધ વિટામિન્સ અને મિનરલ્સ શરીરને પોષણ પૂરું પાડે છે. તેના સૂપનું સેવન ડાયટમાં વિવિધતા લાવી શકે છે. જોકે, માત્ર સરગવો  સૂપ પીવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય તેવો દાવો કરી શકાય નહીં.

5 / 7
સરગવાની શીંગમાં આયર્ન અને વિટામિન C સહિત અનેક પોષક તત્વો હોય છે. શિયાળામાં ગરમાગરમ સૂપ પીવાથી શરીરને પ્રવાહી અને પોષણ બંને મળે છે. રોજિંદા આહારમાં અલગ-અલગ શાકભાજી સામેલ કરવાની સાથે સરગવાનો સૂપ પણ સારો વિકલ્પ બની શકે છે.

6 / 7
શિયાળામાં ઠંડા વાતાવરણમાં ગરમાગરમ સૂપ પીવાની મજા જ અલગ હોય છે. સરગવાનો સૂપ સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ છે. ચા-કોફીની જગ્યાએ સાંજના સમયે આ સૂપ પી શકાય છે. તેમાં ટામેટાં, આદુ અને મગની દાળ ઉમેરવાથી તેનો સ્વાદ અને પોષકતત્વો બંનેમાં વધારો થાય છે.

7 / 7
સરગવાનો સૂપ બનાવવા માટે બે કપ સરગવાની શીંગ, એક ટામેટું, એક ઇંચ આદુ અને બે ચમચી પલાળેલી મગની દાળ લો. તેમાં પાણી અને મીઠું ઉમેરી ત્રણ સીટી થાય ત્યાં સુધી કુક કરો. ઠંડું થયા બાદ બ્લેન્ડ કરીને ગાળી લો. હવે ઘીમાં જીરાનો વઘાર કરી કાળા મરી અને કોથમીર ઉમેરો. ગરમાગરમ પીરસો.

Follow Us
Loading...
Unable to load recommendations.