
ડાંગ પ્રદેશ પશ્ચિમ ભારતમાં આવેલો છે અને ગાઢ જંગલો, ટેકરીઓ અને કુદરતી સંસાધનોથી સમૃદ્ધ રહ્યો છે, ઐતિહાસિક રીતે આ વિસ્તાર વિવિધ આદિવાસી સમુદાયો, જેમ કે ભીલ, કોળી, વારલી વગેરેનું ઘર રહ્યું છે. આ વિસ્તાર રામાયણ અને મહાભારત કાળ સાથે સંકળાયેલો હોવાનું માનવામાં આવે છે. કેટલીક સ્થાનિક દંતકથાઓ અનુસાર, ભગવાન રામ તેમના વનવાસ દરમિયાન આ વિસ્તારમાંથી પસાર થયા હતા. ( Credits: Getty Images )

આ વિસ્તાર સ્થાનિક રાજાઓ અને સરદારોના શાસન હેઠળ હતો.મુઘલો અને મરાઠાઓના શાસનકાળ દરમિયાન પણ ડાંગનો ઉલ્લેખ છે, પરંતુ તેનું સંપૂર્ણ નિયંત્રણ ક્યારેય આ શાસકોના હાથમાં નહોતું.

બ્રિટિશ સરકારે 19મી સદીમાં આ વિસ્તારને પોતાના પ્રભાવ હેઠળ લાવવાનો પ્રયાસ કર્યો,ડાંગના જંગલો બ્રિટિશ શાસન માટે મહત્વપૂર્ણ હતા, ખાસ કરીને લાકડા અને કુદરતી સંસાધનોના પુરવઠા માટે,અંગ્રેજોએ સ્થાનિક ડાંગ રાજા સાથે સંધિ કરી, જેના હેઠળ તેમણે આ વિસ્તારમાં વહીવટી હસ્તક્ષેપ ઓછામાં ઓછો રાખ્યો. ( Credits: Getty Images )

1947માં ભારતની સ્વતંત્રતા પછી, ડાંગ પ્રદેશને ભારતીય પ્રજાસત્તાકમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો,હવે તે ગુજરાત રાજ્યનો એક ભાગ છે અને કુદરતી પર્યટન, જંગલો અને સાંસ્કૃતિક વારસા માટે પ્રખ્યાત છે.

14મી સદીમાં, ડાંગના રાજાઓએ મુઘલોથી અલગ થઈને પોતાનું સ્વતંત્ર શાસન સ્થાપિત કર્યું અને આ તે સ્થાન હતું જ્યાં ઇ.સ.1664માં સુરત પર હુમલો કર્યા પછી શિવાજીએ પોતાનો લશ્કરી છાવણી સ્થાપી હતી. આજે પણ શિવાજીનો લશ્કરી છાવણી "લશ્કરી અંબા" તરીકે ઓળખાય છે.

આઝાદી પહેલા, ડાંગના પાંચ આદિવાસી રાજાઓ અને કંપની વચ્ચે ઘણા યુદ્ધો થયા હતા. ડાંગના ઇતિહાસ મુજબ, સૌથી મોટું યુદ્ધ 'લશ્કરિયા અંબા' માં થયું હતું, જ્યારે પાંચ રાજાઓએ મળીને ડાંગને અંગ્રેજોથી બચાવ્યું હતું. અંગ્રેજોનો પરાજય થયો અને તેઓ સમાધાન માટે સંમત થયા
Published On - 3:24 pm, Thu, 27 February 25