Donald Trump Net Worth : જાણો અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેટલા પૈસાદાર છે
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે જીત નોંધવી છે તેમણે ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસને હાર આપી છે. ફરી એક વખત યુએસના રાષ્ટ્રપતિ બન્યા છે. તો આજે આપણે ડોનાલ્ડ ટ્રમ્પની નેટવર્થ વિશે જાણીએ.
1 / 7
અમેરિકામાં ફરી એક વખત ટ્રમ્પ કાર્ડનો જાદુ ચાલ્યો છે અને રિપબલ્કિન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવી છે. તમને જણાવી દઈએ કે, અમેરિકાના સૌથી અમીર નેતામાં ડોનાલ્ડ ટ્રમ્પની ગણતરી થાય છે.
2 / 7
અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનેલા ટ્રમ્પે સૌ કોઈનો આભાર પણ માન્યો છે. જો આપણે ડોનાલ્ડ ટ્રમ્પની સંપત્તિની વાત કરીએ તો તેનો દુનિયાભરમાં મોટો બિઝનેસ છે. જેમાં મીડિયા ટેકનોલોજીથી લઈ રિયલ એસ્ટેટ સુધીનો વ્યવ્સાય ધરાવે છે.
3 / 7
ડોનાલ્ડ ટ્રમ્પની ગણતરી અમીર નેતામાં થાય છે. તેઓ ફરી એક વખત વ્હાઈટ હાઉસમાં એન્ટ્રી લેશે. જો ડોનાલ્ડ ટ્રમ્પની નેટવર્થની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પની નેટવર્થ 6.6 અરબ ડોલરથી 7.7 અરબ ડોલર વચ્ચે જણાવવામાં આવી રહી છે.
4 / 7
રિપોર્ટ મુજબ ટ્રમ્પની નેટવર્થમાં સૌથી મોટો ભાગ ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપનો છે. જ્યારે બીજો મોટો હિસ્સો તેના ગોલ્ફ ક્લબ,રિસોર્ટસ અને બંગલાનો છે.
5 / 7
ડોનાલ્ડ ટ્રમ્પ ગોલ્ફના શોખીન તરીકે જાણીતા છે અને તેમની પાસે 19 ગોલ્ફ કોર્સ પણ છે. તેમનું એરક્રાફ્ટ અને કાર કલેક્શન પણ ટ્રમ્પની સંપત્તિની ઝલક આપે છે. વોશિગ્ટન પોસ્ટના રિપોર્ટ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પની પાસે 5 એરક્રાફ્ટ છે. તેમજ રોલ્સ રોયલ્સ સિલ્વર ક્લાઉડથી લઈ મર્સિડિસ બેન્ઝ જેવી અનેક લગ્ઝરી કારો પણ છે.
6 / 7
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રિયલ એસ્ટેટ બિઝનેસ વારસામાં મળ્યો છે. તેમના પિતા ફ્રેડ ટ્રમ્પ ન્યૂયોર્કના સૌથી સફળ રિયલ એસ્ટેટ બિઝનેસમેન હતા. તેમણે પિતાનો કારોબાર સંભાળ્યો અને આગળ વધાર્યો છે.
7 / 7
તેની કંપની હેઠળ તેમણે અનેક લગ્ઝરી ઈમારતો બનાવી જેમાં ટ્રમ્પ પેલેસ, ટ્રમ્પ વર્લ્ડ ટોવર, ટ્રમ્પ ઈન્ટરનેશલ હોટલ એન્ડ રિસોર્ટ પણ સામેલ છે. દુનિયાના તમામ મોટા શહેરોની જેમ ભારતના મુંબઈમાં પણ ટ્રમ્પ ટાવર છે.