
આધ્યાત્મિક શાસ્ત્રો અને જીવનના અનુભવો એ સિદ્ધ કરે છે કે સંતોનો આશીર્વાદ માત્ર શબ્દ નથી, પણ જીવનમાં ઉન્નતિ લાવનાર શક્તિશાળી શક્તિ છે. સંતોના આશીર્વાદથી વ્યક્તિના જીવનમાં સંતુલન, શાંતિ અને સફળતાનો માર્ગ પ્રસસ્ત થઈ શકે છે. જ્યારે કોઈ સંત પવિત્ર હૃદયથી આશીર્વાદ આપે છે, ત્યારે તે માત્ર આત્માને નહીં પણ સમગ્ર જીવનને સ્પર્શી લે છે. આવી કૃપાથી દુઃખદ પરિસ્થિતિઓમાં પણ આશાનું પ્રકાશ જોવાય છે.સંતોની પવિત્રતા અને આધ્યાત્મિક શક્તિ વ્યક્તિના મનને શુદ્ધ કરે છે અને તેને સારા કાર્યો કરવા માટે પ્રેરણા આપે છે, જેનાથી તેનું ભાગ્ય સુધરે છે. (Credits: - Canva)

હિંદૂ સંસ્કૃતિમાં કન્યાઓને માતા દુર્ગાના જીવંત સ્વરૂપ તરીકે માનવામાં આવે છે. તેમનું આદર અને તેમની સેવા કરવી માત્ર સામાજિક ફરજ નહીં, પણ આધ્યાત્મિક પુણ્યનું કાર્ય છે. એવું માનવામાં આવે છે કે જયારે કોઈ વ્યક્તિ ભક્તિભાવથી કન્યાઓની સેવા કરે છે, ત્યારે દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને પોતાની કૃપા વરસાવે છે. માતા દુર્ગાની કૃપાથી જીવનમાં ન માત્ર સુખ અને શાંતિ આવે છે, પણ વ્યક્તિને સમૃદ્ધિ, શક્તિ અને આત્મવિશ્વાસ પણ પ્રાપ્ત થાય છે, જેનાથી તેનો ભાગ્ય પણ નવિન માર્ગે આગળ વધે છે. (Credits: - Canva)

જ્યારે ભક્તિભાવથી ઘરમાં દેવી-દેવતાઓની મૂર્તિ કે ચિત્રો સ્થાપિત થાય અને નિયમિત પૂજા કરવામાં આવે, ત્યારે ઘરમાં શાંતિભર્યું અને પોઝિટિવ વાતાવરણ ઊભું થાય છે. આવી ઉર્જા ઘરના સભ્યોના મનને શાંત રાખે છે અને જીવનમાં સારા પરિવર્તન લાવે છે. આધ્યાત્મિક દૃષ્ટિએ, દેવતાઓની પૂજાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને વાસ્તુ દોષ પણ ઘટે છે. ( Credits: Getty Images )

જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે જો આ પાંચ પ્રકારના વ્યક્તિઓની સેવા કરવામાં આવે, તો જ્યોતિષ શાસ્ત્ર મુજબ દુર્ગમ માર્ગો સરળ બની શકે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )