સોમનાથથી લઈ ઘૃષ્ણેશ્વર સુધી… જાણો 12 પવિત્ર જ્યોતિર્લિંગના પ્રગટ થવા પાછળની પૌરાણિક કથા !

સોમનાથથી લઈ ઘૃષ્ણેશ્વર સુધીના 12 પવિત્ર જ્યોતિર્લિંગ પાછળ અનેક અદ્ભુત પૌરાણિક કથાઓ જોડાયેલી છે. જાણો ભગવાન શિવજીના આ પવિત્ર સ્વરૂપો કેવી રીતે પ્રગટ થયા અને તેમનું ધાર્મિક મહત્ત્વ શું છે.

| Updated on: Aug 14, 2026 | 8:51 AM
1 / 13
સોમનાથ: ગુજરાતના સોમનાથમાં દક્ષના શ્રાપને કારણે પોતાનું તેજ ગુમાવનાર ચંદ્રદેવને ફરી તેજ પ્રાપ્ત કરાવવા માટે ભગવાન શિવજી સોમનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. (Image Source | Raghu's column)

2 / 13
મલ્લિકાર્જુન: આંધ્ર પ્રદેશના મલ્લિકાર્જુન ખાતે કાર્તિકેયને મનાવવા અને તેમની નજીક રહેવા માટે ભગવાન શિવજી અને માતા પાર્વતીજી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ સ્વરૂપે તે પર્વત પર નિવાસ કરવા લાગ્યા. (Image Source | Amar Granth)

3 / 13
મહાકાલેશ્વર:દુષ્ટોનો સંહાર કરનાર, ઉજ્જૈનના મહાકાલેશ્વરમાં ભક્તોની રક્ષા કરવા અને રાક્ષસ દૂષણનો વધ કરવા માટે ભગવાન શિવજી મહાકાલ સ્વરૂપે પ્રગટ થયા હતા. (Image Source | shrimahakaleshwar)

4 / 13
ઓમકારેશ્વર: મધ્ય પ્રદેશના ઓમકારેશ્વરમાં વિંધ્ય પર્વતની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવજી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. (Image Source | Blessingsonthenet)

5 / 13
કેદારનાથ: ઉત્તરાખંડના કેદારનાથમાં મહાભારતના યુદ્ધ બાદ પાંડવોને પાપમાંથી મુક્ત કરવા અને તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવજી કેદારનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. (Image Source | Facebook)

6 / 13
ભીમાશંકર: મહારાષ્ટ્રના ભીમાશંકરમાં કુંભકર્ણના પુત્ર ભીમાસુરનો (રાક્ષસ ભીમ) વધ કરીને ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન શિવજી ભીમાશંકર જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. (Image Source | Blessingsonthenet)

7 / 13
કાશી વિશ્વનાથ: વારાણસીના કાશી વિશ્વનાથમાં પોતાના ભક્તોને મોક્ષ પ્રદાન કરવા માટે ભગવાન શિવજી વિશ્વનાથ સ્વરૂપે સ્થાપિત થયા છે. (Image Source | Instagram)

8 / 13
ત્ર્યંબકેશ્વર: મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વરમાં ઋષિ ગૌતમની તપસ્યાથી પ્રસન્ન થઈને અને ગંગા નદીને પૃથ્વી પર લાવવા માટે ભગવાન શિવજી ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. (Image Source | Blessingsonthenet)

9 / 13
વૈદ્યનાથ: ઝારખંડના વૈદ્યનાથમાં લંકાપતિ રાવણની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને અને તેની ઈજાઓની સારવાર કરવા માટે ભગવાન શિવજી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. (Image Source | Sannidhi The Presence)

10 / 13
નાગેશ્વર: ગુજરાતના નાગેશ્વરમાં ભક્ત સુપ્રિયાની રક્ષા કરવા અને દારુક રાક્ષસનો સંહાર કરવા માટે ભગવાન શિવજી નાગેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. (Image Source | Blessingsonthenet)

11 / 13
રામેશ્વરમ: તમિલનાડુના રામેશ્વરમમાં લંકાપતિ રાવણના વધ પહેલાં ભગવાન શ્રીરામે ભગવાન શિવજીની પૂજા કરવા માટે આ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી. (Image Source | Shri Mathura Ji)

12 / 13
ઘૃષ્ણેશ્વર: મહારાષ્ટ્રના ઘૃષ્ણેશ્વરમાં ભક્ત ઘુશ્માની અતૂટ ભક્તિથી પ્રસન્ન થઈને અને તેના મૃત પુત્રને પુનઃજીવિત કરવા માટે ભગવાન શિવજી ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. (Image Source | X)

13 / 13
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર માન્યતા અનુસાર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.