
તમાલપત્ર: તમારા મસાલામાં વપરાતા તમાલપત્ર પણ વંદોને ભગાડવામાં મદદરૂપ થઈ શકે છે. આ માટે તમાલપત્રને પીસીને તેનો પાવડર બનાવો અને આ પાવડરને ઘરના તે ખૂણાઓ અને સ્થળોએ છાંટો જ્યાં વંદો આવે છે અથવા છુપાય છે. વંદો તેની ગંધથી દૂર ભાગી જાય છે.

બેકિંગ પાવડર અને ખાંડ: બેકિંગ સોડા અને ખાંડ પણ તમને કોકરોચથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. આ માટે એક બાઉલમાં બેકિંગ સોડા અને ખાંડને સમાન માત્રામાં ભેળવીને મિશ્રણ તૈયાર કરો અને પછી તેને સ્પ્રે બોટલમાં નાખો અને તે સ્થળોએ સ્પ્રે કરો, જ્યાં આ મોટી સંખ્યામાં જોવા મળે છે.