kidney stone : કિડનીમાં પથરી કેવી રીતે બને છે ? શું દવા વગર તેની સારવાર કરી શકાય છે? નિષ્ણાત પાસેથી જાણો

કિડનીમાં પથરી આજકાલ એક સામાન્ય આરોગ્ય સમસ્યા બની ગઈ છે. દરેક ઉંમરના લોકોમાં આ સમસ્યા જોવા મળી રહી છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે કિડનીમાં પથરી કેવી રીતે બને છે અને શું દવા વગર તેને દૂર કરી શકાય છે? વિશ્વ કિડની દિવસ નિમિત્તે નિષ્ણાતો પાસેથી આ પ્રશ્નોના જવાબ જાણીએ.

| Updated on: Mar 12, 2026 | 3:50 PM
1 / 7
વિશ્વ કિડની દિવસ દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે ઉજવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ કિડનીના સ્વાસ્થ્ય વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. કિડની આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે, જે લોહીને શુદ્ધ કરે છે, ઝેરી તત્વોને બહાર કાઢે છે અને શરીરમાં પાણી તથા ખનિજનું સંતુલન જાળવે છે. પરંતુ અનિયમિત જીવનશૈલી, અપૂરતું પાણી પીવું અને ખોરાકની ખરાબ આદતોના કારણે કિડની સંબંધિત સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. તેમાં સૌથી સામાન્ય સમસ્યા કિડનીમાં પથરી થવાની છે.

2 / 7
ઘણા લોકોને ખબર નથી હોતી કે કિડનીમાં પથરી કેમ બને છે બાલાજી એક્શન મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર અને નેફ્રોલોજિસ્ટ ડૉ. રાજેશ અગ્રવાલના જણાવ્યા અનુસાર, કિડનીમાં પથરી બનવાનું સૌથી મોટું કારણ ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની કમી છે. જ્યારે આપણે ઓછું પાણી પીએ છીએ ત્યારે પેશાબ વધુ ઘટ્ટ બની જાય છે અને તેમાં રહેલા ખનિજ એકત્રિત થઈને પથરીનું સ્વરૂપ લઈ લે છે.

3 / 7
ઉપરાંત, વધુ મીઠું, પ્રોટીન અને ઓક્સાલેટથી ભરપૂર ખોરાકનો વધુ ઉપયોગ પણ પથરી બનવાનું જોખમ વધારતો હોય છે. પેશાબના માર્ગમાં ચેપ, કેલ્શિયમનું અસંતુલન, પથરીનો કૌટુંબિક ઇતિહાસ અને બેઠાડુ જીવનશૈલી જેવી બાબતો પણ પથરી બનવામાં ફાળો આપે છે.

4 / 7
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે નાની પથરી ઘણીવાર દવા વગર પણ શરીરમાંથી બહાર નીકળી શકે છે. સામાન્ય રીતે 4 થી 5 મીમી સુધીની પથરી પૂરતું પાણી પીવાથી પેશાબ દ્વારા બહાર નીકળી શકે છે. દરરોજ લગભગ 2 થી 3 લિટર પાણી પીવું કિડની માટે લાભદાયક માનવામાં આવે છે અને તે પથરી બહાર કાઢવામાં મદદરૂપ બને છે. જોકે જો પથરી મોટી હોય, ખૂબ દુખાવો થાય અથવા પેશાબમાં લોહી જોવા મળે તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. આવી સ્થિતિમાં દવા અથવા અન્ય સારવારની જરૂર પડી શકે છે.

5 / 7
કેટલાક ઘરેલું ઉપાયો પણ નાની પથરી બહાર કાઢવામાં મદદરૂપ બની શકે છે. વધુ પાણી પીવું સૌથી સરળ અને અસરકારક ઉપાય માનવામાં આવે છે. લીંબુ પાણીનું સેવન પણ લાભદાયક ગણાય છે, કારણ કે તેમાં રહેલું સિટ્રેટ પથરી બનવાની પ્રક્રિયાને ધીમું કરવામાં મદદ કરે છે.

6 / 7
કેટલાક લોકો નારિયેળ પાણી, જવનું પાણી અથવા તુલસીના પાનનો ઉપયોગ પણ કરે છે, જેને પરંપરાગત રીતે કિડનીના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. જોકે કોઈપણ ઘરેલું ઉપાય અપનાવતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

7 / 7
કિડનીનું સ્વાસ્થ્ય જાળવવા માટે પૂરતું પાણી પીવું, સંતુલિત આહાર લેવો અને નિયમિત વ્યાયામ કરવો ખૂબ જરૂરી છે. યોગ્ય જીવનશૈલી અપનાવીને કિડનીમાં પથરી બનવાનું જોખમ ઘણું ઓછું કરી શકાય છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ સ્વાસ્થ્યને લગતી માહિતી માટે નિષ્ણાંતો પાસેથી સલાહ લેવી જરૂરી છે.)