ચોમાસામાં ફ્રિજની બહાર ન રાખતા આ 6 ખોરાક, રસોડાની આ નાની ભૂલ આખા પરિવારને કરી દેશે બીમાર !

વરસાદની ઋતુ દરમિયાન ખોરાક પ્રત્યે ખૂબ કાળજી લેવામાં આવે છે. વરસાદની ઋતુમાં ખોરાકને ફૂગ અથવા ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે. તેનું સેવન કરવામાં આવે તો તે બીમારી તરફ દોરી શકે છે. તેથી અહીં કેટલાક ખોરાક છે જે વરસાદની ઋતુમાં લાંબા સમય સુધી રેફ્રિજરેટરની બહાર ન રાખવા જોઈએ.

| Updated on: Jul 10, 2026 | 12:00 PM
1 / 7
રાંધેલો ભાત: વરસાદની ઋતુમાં રાંધેલા ચોખાને રસોડામાં બહાર રાખવા નહીં. તેને હંમેશા ફ્રિજમાં રાખવું વધુ સારું હોય છે. ચોખામાં એક પ્રકારના બેક્ટેરિયા હોય છે. જે રાંધવાની પ્રક્રિયા દરમિયાન પણ સંપૂર્ણપણે નાશ પામતા નથી. ચોખાને લાંબા સમય સુધી બહાર રાખવામાં આવે તો (ખાસ કરીને ગરમ અને ભેજવાળા વાતાવરણમાં) તેમાં બેક્ટેરિયા વધી શકે છે. (Image Source | iStock)

2 / 7
કાપેલા ફળો : ચોમાસાની ઋતુમાં કાપેલા ફળ બહાર રાખવાનું ટાળવું જોઈએ. ચોમાસામાં કાપેલા ફળોમાં બેક્ટેરિયા અને ફૂગ ઝડપથી વધે છે. તેથી જો તમે કાપેલા ફળને સંગ્રહિત કરવા માંગતા હોય તો તેને હંમેશા ફ્રિજમાં રાખવું શ્રેષ્ઠ હોય છે. (Image Source | iStock)

3 / 7
દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓ : દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓને પણ રેફ્રિજરેટરની બહાર રાખવું નહીં. ચોમાસામાં દૂધની વસ્તુઓ ઝડપથી બગડે છે. તેમાં બેક્ટેરિયા ઝડપથી વધી શકે છે અને તેનો સ્વાદ તથા ગુણવત્તા ખરાબ થઈ શકે છે. (Image Source | iStock)

4 / 7
રાંધેલી દાળ અને ગ્રેવીવાળું શાક: વરસાદની ઋતુમાં એકસાથે ઘણી બધી દાળ અથવા ગ્રેવીવાળું શાક રાંધવાનું ટાળો. ઉપરાંત તેને બહાર સંગ્રહ કરવાનું ટાળવું જોઈએ. કારણ કે તેમાં બેક્ટેરિયા વધીને તે ઝડપથી ખરાબ થઈ શકે છે. (Image Source | iStock)

5 / 7
રવો : ચોમાસામાં રવો ફ્રિજમાં રાખવું વધુ યોગ્ય માનવામાં આવે છે. વરસાદ દરમિયાન વધુ ભેજના કારણે રવામાં ભેજ જમા થઈ શકે છે. જેના કારણે તે 1થી 2 અઠવાડિયામાં જ ખરાબ થઈ શકે છે. (Image Source | iStock)

6 / 7
અથાણું : બજારમાંથી લાવવામાં આવેલું અથાણું ચોમાસામાં ફ્રિજમાં રાખવું જોઈએ. વરસાદની ઋતુમાં અથાણામાં ફૂગ ઝડપથી લાગી શકે છે. તેથી તેને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે ફ્રિજમાં રાખવું વધુ સારું છે. (Image Source | iStock)

7 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

Follow Us