
hudcoએ શેરબજારને મોકલેલી માહિતીમાં જણાવ્યું છે કે તેની બોર્ડ મીટિંગ સોમવાર, 10 માર્ચના રોજ યોજાશે, જેમાં કંપની વિચારણા કરશે અને ચાલુ નાણાકીય વર્ષ માટે બીજા વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, જો ડિવિડન્ડ મંજૂર થાય છે, તો 14 માર્ચ, 2025 ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ હશે.

Hindustan Zinc કંપનીએ આ અઠવાડિયે યોજાનારી મીટિંગ અંગે શેરબજારોને જાણ કરી છે. કંપનીએ શેરબજારને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે આગામી સપ્તાહે સોમવારે 10 માર્ચે કમિટિ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાવા જઈ રહી છે.

આ બેઠકમાં કમિટી પ્રાઈવેટ પ્લેસમેન્ટના ધોરણે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર ઈશ્યુ કરીને ફંડ એકત્ર કરવાના પ્રસ્તાવ પર વિચારણા કરશે અને તેના પર નિર્ણય લઈ શકશે.