
આ સિવાય તેમાં સારી માત્રામાં ફાઈબર જોવા મળે છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. આ ગેસ પેટનું ફૂલવું, કબજિયાત અને પેટની અસ્વસ્થતાને ઘટાડવામાં મદદરૂપ છે. તેમાં એન્ટી-ફ્લેટ્યુલન્ટ ગુણ હોય છે. જે ગેસના નિર્માણને નિયંત્રિત કરે છે અને પેટને સાફ રાખે છે.

કસૂરી મેથીમાં હાઈડ્રોક્સીસોલ્યુસીન હોય છે જે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. ડાયાબિટીસના દર્દીઓને તેનો ફાયદો થાય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે, કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે અને હૃદયને ફાયદો કરે છે.