
આ પ્રસંગ બાદ તેમણે કડીમાં શિવમંદિર બાંધવાનો સંકલ્પ લીધો. તે જ રાત્રે સ્વપ્નમાં શિવજીએ દર્શન આપીને કહ્યું કે દુધેશ્વર મહાદેવથી પૂર્વ દિશામાં જવા કહ્યું ત્યાં તેમને સ્વયંભૂ શિવલીંગ પ્રાપ્ત થશે. બીજા દિવસે ખંડેરાવ મહારાજા પોતાના સૈનિકો સાથે પૂર્વ દિશામાં વિજાપુર તરફ નીકળ્યા. માર્ગમાં જવના ખેતરમાંથી કુદરતી રચનાવાળું શિવલીંગ પ્રગટ થયું. સંસ્કૃતમાં જવને "યવ" કહેવામાં આવે છે, તેથી આ મહાદેવનું નામ યવતેશ્વર મહાદેવ પડ્યું.

રાજા મલ્હારરાવ ન્યાયપ્રિયતા અને પ્રજાપ્રેમ માટે જાણીતા હતા. કહેવાય છે કે એક ભરવાડ દંપતી દૂધમાં પાણી ભેળવતા ઝડપાયા, જેને પ્રજાની છેતરપિંડી માનવામાં આવી. આ ગુનાની કડક સજા રૂપે રાજાએ તેમને જીવતા ચણી દેવાનો આદેશ આપ્યો, જેથી બીજાઓને ચેતવણી મળે. આજેય તે સ્થળના નિશાન જોવા મળે છે.

કડી આજના સમયમાં શૈક્ષણિક, ઔદ્યોગિક અને વેપારી શહેર તરીકે ઓળખાય છે. અહીં પ્રાચીન જૈન મંદિરો, વૈષ્ણવ મઠો અને જૂના કિલ્લાની અવશેષો આજે પણ જોવા મળે છે. કડીમાં દર વર્ષે વિવિધ મેળાઓ, ખાસ કરીને ધાર્મિક મેળાઓ યોજાય છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Wikipedia)
Published On - 6:59 pm, Thu, 4 September 25