
જો પૂજા પછી ઘરમાં ફૂલો બચી જાય, તો તેને કચરામાં ફેંકી દો નહીં, તેના બદલે, આ ફૂલોને તમારા બગીચામાં અથવા કુંડામાં મુકો. થોડા સમય બાદ, આ ફૂલો કુંડામાં ખાતર તરીકે ફેરવાઈ જશે, જે છોડ માટે લાભદાયક છે.આ રીતે, તમારે ફૂલોનું યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. ( Credits: Getty Images ) for review (Credits: - Canva)

આ સિવાય, જો પૂજા પછી ચોખા, ઘઉં કે અન્ય અનાજ બચી જાય, તો તેને તમે તમારા બગીચામાં મૂકી શકો છો અથવા પક્ષીઓને ખવડાવી શકો છો.

ધાર્મિક વિધિઓમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ઘણી વાર ઘણું પાણી બચે છે. આવું થતા, પૂજા પૂર્ણ થયા પછી, એ પાણીને ઘરના દરેક ખૂણામાં અને તેના સભ્યો પર છાંટવું યોગ્ય હોય છે.પછી બાકી રહેલું પાણી તમે કોઈ તમારા બગીચામાં કે કુંડામાં પધરાવી શકો છો. ( Credits: Getty Images ) for review (Credits: - Canva)

આ રીતે, પાણીનો યોગ્ય ઉપયોગ થાય છે અને પૂજા સામગ્રીનું અપમાન ન થાય. જો તમે આ રીતે પૂજા પછી બાકી રહેલી સામગ્રીનો ઉપયોગ કરશો, તો તે તમારા જીવનમાં કોઈ નકારાત્મક પ્રભાવ નહીં પેદા કરે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images ) for review (Credits: - Canva)