અમેરિકામાં જન્મજાત નાગરિકતા નહીં આપવાના ટ્ર્મ્પના આદેશ સામે કોર્ટનો સ્ટે
અમરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળના પહેલા જ દિવસે, જન્મજાત નાગરિકત્વને સમાપ્ત કરવાના નિર્ણય પર હસ્તાક્ષર કર્યા. જન્મજાત નાગરિકતા અમેરિકાની ધરતી પર જન્મેલા કોઈપણ વ્યક્તિને અમેરિકાની નાગરિકતા આપે છે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયને કોર્ટમાં પડકારતા, સિએટલના એક જજે ગેરકાયદે ઠરાવીને સ્ટે આપ્યો છે.
1 / 6
સિએટલના એક ફેડરલ ન્યાયાધીશે યુએસમાં સ્વયંસંચાલિત જન્મજાત નાગરિકતા મર્યાદિત કરવાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રના આદેશ સામે સ્ટે આપ્યો છે. ન્યાયાધીશે ટ્રમ્પ વહીવટીતંત્રના આ એક્ઝિક્યુટિવ ઓર્ડરને 'સ્પષ્ટ રીતે ગેરબંધારણીય' ગણાવ્યો છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જોન કફનરે ચાર ડેમોક્રેટિક-શાસિત રાજ્યોની વિનંતી પર કામચલાઉ પ્રતિબંધનો આદેશ જાહેર કર્યો, જેનાથી વહીવટીતંત્રને આદેશ લાગુ કરવાથી અટકાવવામાં આવ્યો.
2 / 6
નાગરિક અધિકાર સંગઠનો અને 22 રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતા ડેમોક્રેટિક એટર્ની જનરલ દ્વારા, જન્મજાત નાગરિકતા અટકાવવાના ટ્રમ્પના આદેશ સામે પાંચ મુકદ્દમા દાખલ કરવામાં આવ્યા છે, જેમાં તેને યુએસ બંધારણનું ખુલ્લેઆમ ઉલ્લંઘન ગણાવવામાં આવ્યું છે. સિએટલમાં યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જોન કોફેનરે ચાર ડેમોક્રેટિક-નેતૃત્વવાળા રાજ્યો - વોશિંગ્ટન, એરિઝોના, ઇલિનોઇસ અને ઓરેગોન - ની વિનંતી પર વહીવટને આદેશ લાગુ કરવાથી રોકવા માટે કામચલાઉ પ્રતિબંધનો આદેશ જાહેર કર્યો છે.
3 / 6
સિએટલનો મુકદ્દમો એક્ઝિક્યુટિવ ઓર્ડરને પડકારતા અન્ય ચાર કેસ કરતાં વધુ ઝડપથી આગળ વધ્યો છે. તેની સુનાવણી જજ કફનર દ્વારા કરવામાં આવી રહી છે, જેમને રિપબ્લિકન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા. ન્યાયાધીશો દલીલો સાંભળ્યા પછી બેન્ચ તરફથી તાત્કાલિક ચુકાદો આપી શકે છે અથવા એક્ઝિક્યુટિવ ઓર્ડર અમલમાં આવે તે પહેલાં લેખિત નિર્ણય જાહેર કરવાનું પસંદ કરી શકે છે.
4 / 6
જન્મજાત નાગરિકતા એટલે, અમેરિકાની ભૂમિ પર જન્મેલા કોઈપણ વ્યક્તિને અમેરિકાની નાગરિકતા આપે છે, પછી ભલે તેમના માતાપિતાની ઇમિગ્રેશન સ્થિતિ ગમે તે હોય. ઉદાહરણ તરીકે, પ્રવાસી વિઝા પર માતા-પિતા અથવા ગેરકાયદેસર રીતે અમેરિકા દેશમાં રહેતા માતા-પિતાથી જન્મેલા બાળકોને યુએસ નાગરિક ગણવામાં આવી શકે છે.
5 / 6
ટ્રમ્પનો આ આદેશ યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલા કોઈપણ બાળક માટે 14મા સુધારાની સ્વચાલિત નાગરિકતાની જોગવાઈને પડકારે છે. ટ્રમ્પનો આદેશ અમલમાં આવ્યા પછી, જે લોકોની માતાઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં હતી અથવા જેમના પિતા અમેરિકાના નાગરિક કે માન્ય કાયમી નિવાસી ના હતા તેમને આપોઆપ નાગરિકતા મળશે નહીં.
6 / 6
ટ્રમ્પના આદેશમાં જણાવાયું છે કે અમેરિકામાં જન્મેલા બાળકને નાગરિકતા મેળવવા માટે, તેના માતાપિતામાંથી ઓછામાં ઓછું એક અમેરિકન નાગરિક હોવા જોઈએ, તેમજ કાયદેસર કાયમી નિવાસી (ગ્રીન કાર્ડ ધારક) અથવા અમેરિકન સૈન્યનો સભ્ય હોવો આવશ્યક છે.
Published On - 2:54 pm, Fri, 24 January 25