
Jioનો 449 રૂપિયાનો પ્લાન 75GB ઇન્ટરનેટ ડેટા આપે છે. આ પ્લાન દરરોજ 100 SMS ની ઍક્સેસ પણ આપે છે. Jioના 449 રૂપિયાના પોસ્ટપેડ પ્લાન હેઠળ, વપરાશકર્તાઓને અમર્યાદિત કૉલિંગનો લાભ મળે છે.

Jio પોર્ટલ પર સૂચિબદ્ધ વિગતો અનુસાર, 449 રૂપિયાના પ્લાનમાં સિમ ઉમેરવા પર માસિક 150 રૂપિયાનો વધારાનો ચાર્જ લાગશે.સિમ એડ-ઓન્સ પ્રતિ સિમ 10GB વધારાનો ડેટા આપશે. ત્રણ સિમ ઉમેરવાથી કુલ 105GB ડેટા મળશે.

આ જિયો પ્લાનમાં બે મહિના માટે જિયોહોમનો મફત ટ્રાયલ સામેલ છે. આ જિયો રિચાર્જ પ્લાન સાથે, વપરાશકર્તાઓને ત્રણ મહિના માટે મફત મોબાઇલ અને ટીવી સબ્સ્ક્રિપ્શન મળશે.