યુદ્ધમાં ઘેરાયેલું છે ઈઝરાયેલ, છતાં રોકાણકારોને બખ્ખાં, એક વર્ષમાં 111 ટકા વધ્યું ઈઝરાયેલનું શેર માર્કેટ
ઈઝરાયેલ હાલ ત્રણ દેશો સાથે એકસાથે સીધું યુદ્ધ લડી રહ્યું છે, ત્યારે તેનું શેર માર્કેટ પણ અડીખમ ઉભું છે. ઈઝરાયેલ પર 7 ઓક્ટોબર, 2023ના રોજ આતંકી સંગઠન હમાસે હુમલો કર્યો હતો, ત્યારથી લઈને અત્યાર સુધી ઈઝરાયેલનું શેર માર્કેટ 111 ટકા વધ્યું છે.
1 / 7
ત્રણ દેશો સાથે એકસાથે સીધું યુદ્ધ લડી રહેલા ઈઝરાયેલનું શેર માર્કેટ 7 ઓક્ટોબર, 2023ના રોજ થયેલા હુમલા બાદથી 111 ટકા વધ્યું છે. મતલબ કે ત્યાં માર્કેટને નુકસાન થવાને બદલે યુદ્ધથી ફાયદો થયો છે.
2 / 7
ઈઝરાયેલના સ્ટોક માર્કેટનું નામ BURSA છે, જે તેલ અવીવમાં આવેલું છે. તેના સ્ટોક એક્સચેન્જનું નામ TASE (Tel Aviv Stock Exchange) છે, જેની શરૂઆત 1953માં થઈ હતી. જેમાં 473 કંપનીઓનું ટ્રેડિંગ થાય છે.
3 / 7
7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયેલ પર આતંકી સંગઠન હમાસે હુમલો કર્યો હતો. હુમલા બાદ જ્યારે 8 ઓક્ટોબરે માર્કેટ ખુલ્યું ત્યારે માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો અને 2080 પોઈન્ટ પર ખુલ્યું હતું અને 8.5 ટકાના ઘટાડા સાથે 1990 પર બંધ થયું હતું. જ્યારે 5 ઓક્ટોબરે 2164 પર માર્કેટ બંધ થયું હતું. 6 અને 7 ઓક્ટોબરે માર્કેટ બંધ હતું.
4 / 7
8 ઓક્ટોબરના ઘટડા બાદ 9 અને 10 ઓક્ટોબરે માર્કેટમાં સુધારો જોવા મળ્યો હતો. જો કે, 20 નવેમ્બર, 2023 સુધી માર્કેટે 2000નો આંક પાર કર્યો નહોતો.
5 / 7
21 નવેમ્બર, 2023થી માર્કેટમાં સતત તેજી જોવા મળી હતી અને આજે એટલે કે 30 ઓક્ટોબર, 2024ના રોજ માર્કેટ 3780 પર બંધ થયું હતું, એટલે કે માર્કેટમાં 65 ટકાનો વધારો થયો હતો.
6 / 7
હુમલા બાદ ઈઝરાયેલનું શેર માર્કેટ એક વર્ષમાં માત્ર 2 મહિના જ માર્કેટમાં બંધ થયું હતું. જેમાં ડિસેમ્બર 2023માં 7 ટકા અને એપ્રિલ 2024માં લગભગ 3.5 ટકા માર્કેટ ઘટાડા સાથે બંધ થયું હતું.
7 / 7
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.