
12 એપ્રિલ, 2023 ના રોજ આ શેર 650 રૂપિયા પર હતો. આ શેરનો 52 સપ્તાહનો નીચો સ્તર છે. હવે જોવાનું એ રહેશે કે સોમવારે આ સ્ટૉકની સ્થિતિ શું રહે છે.

ભારતે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરી હતી અને તાત્કાલિક તણાવ ઘટાડવાની અપીલ કરી હતી. ભારતે કહ્યું કે આ ક્ષેત્રમાં તેના દૂતાવાસો ભારતીય સમુદાયના સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયે કહ્યું- અમે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલી દુશ્મનાવટથી અત્યંત ચિંતિત છીએ. તેનાથી પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા જોખમાય છે.

મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, અમે તાત્કાલિક તણાવ ઘટાડવા, સંયમ રાખવા, હિંસાથી દૂર રહેવા અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવા વિનંતી કરીએ છીએ. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.