
હવે સવારે સૌથી પહેલા ચહેરો ધોઈ લો, આ સોલ્યુશનને તમારા ચહેરા પર લગાવો અને પછી આંગળીઓની મદદથી પાંચ મિનિટ સુધી મસાજ કરો. મસાજ કરવાથી ડેડ સ્કિન તો દૂર થશે જ પરંતુ ફેસ વોશ વિના પણ ત્વચા સાફ થઈ જશે. ત્યાર બાદ ચહેરાને પાણીથી સારી રીતે ધોઈ લો.

જો તમે આ કુદરતી ફેસવોશથી તમારા ચહેરાને લગભગ સાતથી આઠ દિવસ સુધી સતત સાફ કરો છો, તો તમારા ચહેરા પરના ફોલ્લીઓ અને ડાઘ-ધબ્બા હળવા થવા લાગશે એટલું જ નહીં પણ તમે તમારી ત્વચા પર અદભૂત ગ્લો પણ જોશો.