
જો તમારી સૂંઘવાની શક્તિ સારી હશે તો તમને ક્યારેય ખાટી કે ખરાબ કેરી નહીં મળે. કેરી પાકી છે કે મીઠી છે તે નક્કી કરવાનો શ્રેષ્ઠ રસ્તો તેની સુગંધ છે. કેરીને તેના મોં બાજુથી સુંઘો. જો કેરીની અંદરથી કેરી કે પાકેલી ટેટી જેવી સુગંધ આવતી હોય, તો સમજી લો કે તમારી કેરી સારી રીતે પાકી ગઈ છે. ક્યારેક કેરીઓ બોક્સમાં ચિપાય જાય છે. આવી કેરીઓ ન ખરીદો. તેમના ખરાબ થવાની શક્યતા વધુ છે.

કેરીના રંગથી ક્યારેય છેતરાઈ ન જાવ. ઘણી વખત કેરીઓને રસાયણોનો ઉપયોગ કરીને પાકાવવામાં આવે છે. આવી કેરી અંદરથી કાચી હોય છે પણ બહારથી સંપૂર્ણપણે પીળી હોય છે. મોટાભાગના લોકો તેમને પાકેલા સમજીને લે છે, પણ તે ખાટી નીકળે છે. કેરીને સૂંઘો અને જુઓ કે તેમાં કોઈ કેમિકલની ગંધ છે કે નહીં. તે સખત છે કે નરમ છે તે જાણવા માટે તેને સ્પર્શ પણ કરો. ક્યારેક કેરી બહારથી લીલી હોય છે અને અંદરથી મીઠી હોય છે. તેથી કેરી ખરીદતી વખતે તમારી સ્પર્શ અને ગંધની શક્તિનો ઉપયોગ કરો.