
તે સ્વસ્થ ત્વચા માટે ફાયદાકારક છે: પપૈયા બીટા-કેરોટીન, વિટામિન એ અને એન્ટીઑકિસડન્ટો અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે તમારી વૃદ્ધત્વ પ્રક્રિયાને ધીમી કરે છે અને ત્વચાને યુવી કિરણોથી બચાવે છે. જો તમે તેને તમારા ચહેરા પર લગાવો છો, તો તે ફક્ત ટેનિંગ જ ઘટાડતું નથી પરંતુ સનબર્ન મટાડવામાં અને ત્વચાના રંગને સુધારવામાં પણ મદદ કરે છે. જેના કારણે તમને ઉનાળામાં કુદરતી અને ચમકતી ત્વચા મળે છે.

હળવી અને ઓછી કેલરી: જો તમને આ કાળઝાળ ગરમીમાં કંઈક મીઠી ખાવાનું મન થાય તો તમે પપૈયા ખાઈ શકો છો. તેમાં નેચરલ સુગર હોય છે. આ ખાવાથી તમને શરીરમાં ભારેપણું નહીં લાગે. પપૈયા ભલે મીઠા હોય પણ તેમાં કેલરી અને ચરબી ઓછી હોય છે. તમે તેને ફુદીનો, કાકડી અને દહીં જેવી અન્ય ઠંડી વસ્તુઓ સાથે ભેળવીને ખાઈ શકો છો.

પેટ ઠંડુ રાખે છે: ઉનાળામાં ખાલી પેટે પપૈયા ખાવાના અદ્ભુત ફાયદા છે. પપૈયામાં વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જેના કારણે તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને સાથે જ તમને ઘણી ગંભીર બીમારીઓથી પણ બચાવે છે. જો તમે તેને તમારા રોજિંદા લાઈફસ્ટાઈલમાં તમારા આહારનો ભાગ બનાવો તો તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. કોઈ પણ વસ્તુઓ અનુસરતા પહેલા તમારે તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.)