રેલવે ટિકિટ બુકિંગ પર વધી શકે છે ચાર્જ? UPI થી ટિકિટ બુકિંગ 51% ને પાર થતાં IRCTC ની કમાણી પર અસર, જાણો વિગતો

જો તમે પણ ટ્રેન ટિકિટ બુક કરવા UPI નો ઉપયોગ કરો છો તો ભવિષ્યમાં ટિકિટ પરનો ચાર્જ વધી શકે છે. IRCTC ના અડધાથી વધુ બુકિંગ હવે UPI દ્વારા થઈ રહ્યા છે, જેના કારણે સર્વિસ ફીની કમાણી પર અસર પડી છે.

| Updated on: Aug 17, 2026 | 7:34 PM
1 / 6
જો તમે ટ્રેનની ટિકિટ બુક કરવા માટે UPI નો ઉપયોગ કરો છો, તો આવનારા સમયમાં ટિકિટ પર લાગતો સર્વિસ ચાર્જ વધી શકે છે. આનું મુખ્ય કારણ UPI દ્વારા ટિકિટ બુકિંગમાં થયેલો જંગી વધારો છે. IRCTC ના તાજેતરના આંકડા દર્શાવે છે કે UPI થી ટિકિટ બુક કરાવનારાઓની સંખ્યા અડધાથી વધુ થઈ ગઈ છે, જેનાથી કંપનીના નફા અને કમાણી પર સીધી અસર પડી રહી છે.

2 / 6
IRCTC ના નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળાના આંકડા મુજબ, ઓનલાઇન ટિકિટ બુકિંગમાં UPI નો હિસ્સો વધીને 51.22% પર પહોંચી ગયો છે. જે એક વર્ષ પહેલાં 48.72% હતો. એટલે કે હવે ઓનલાઇન બુક થતી દર 100 ટિકિટોમાંથી 51 થી વધુ ટિકિટો માત્ર UPI દ્વારા બુક થઈ રહી છે.

3 / 6
IRCTC એ કમાઈ ₹248 કરોડની સર્વિસ ફી: IRCTC એ આ 3 મહિનામાં 13.27 કરોડ ટિકિટોના બુકિંગમાંથી ₹248 કરોડની સર્વિસ ફી કમાઈ છે, જે સરેરાશ પ્રતિ ટિકિટ આશરે ₹19 થાય છે. UPI દ્વારા પેમેન્ટ કરવા પર સર્વિસ ફી ₹10 થી ₹20 છે, જ્યારે ડેબિટ/ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ લાઇન દ્વારા ચૂકવણી કરવા પર તે ₹15 થી ₹30 સુધીની છે. બંને પેમેન્ટ મોડની ફીમાં આ મોટો તફાવત છે.

4 / 6
IRCTC ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાહુલ હિમાલિયને સ્વીકાર્યું છે કે UPI નો ઉપયોગ ઝડપથી વધ્યો છે અને તેની અસર કંપનીના નફા પર પડી રહી છે. કંપનીએ UPI અને અન્ય પેમેન્ટ પદ્ધતિઓ માટે અલગ-અલગ સર્વિસ ફી રાખી હોવા છતાં, UPI ના વધુ પડતા ઉપયોગને કારણે સર્વિસ ફીની કમાણીની ગતિ ધીમી પડી છે.

5 / 6
સંસદીય સમિતિએ આપ્યું મહત્વનું સૂચન: આ મુદ્દે સંસદની નાણાકીય બાબતોની સ્થાયી સમિતિએ પણ ચિંતા વ્યક્ત કરી છે. સમિતિનું કહેવું છે કે UPI પર હાલમાં ઝીરો એમડીઆર (Zero MDR) સિસ્ટમ લાગુ છે. MDR એટલે કે પેમેન્ટ સ્વીકારવા પર લાગતો ચાર્જ. સમિતિએ સૂચન આપ્યું છે કે મોટી રકમના ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર એક નિર્ધારિત અને મર્યાદિત MDR લાગુ કરી શકાય છે, જેથી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમના સંચાલન ખર્ચનું ભારણ ઘટાડી શકાય.

6 / 6
હાલ પૂરતો UPI થી ટ્રેન ટિકિટ બુક કરવા પર કોઈ નવો ચાર્જ લાગુ કરવામાં આવ્યો નથી. અત્યારે માત્ર મોટી રકમના ડિજિટલ પેમેન્ટ પર MDR લગાવવાનું સૂચન કરાયું છે. જો ભવિષ્યમાં આ અંગે સરકાર કોઈ અંતિમ નિર્ણય લેશે, તો તેની અસર UPI થી ટિકિટ બુકિંગ કરવાના ચાર્જ પર જોવા મળી શકે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.