
આ ટુર પેકજમાં તમારે પહેલા દિવસે ટ્રેનની જર્ની કરવાની રહેશે. ત્યારબાદ બીજા દિવસે હોટલમાં રોકાવાનું રહેશે, રાત્રે ગંગા આર્તીના દર્શન કરી શકો છો. ત્રીજા દિવસે બ્રેકફાસ્ટ કરી મનસા દેવી મંદરિ, અને ચંદી દેવી મંદિરના દર્શન કરવાના રહેશે. ચોથા દિવસે બ્રકફાસ્ટ કરી ઋષિકેશ જવા નીકળવાનું રહેશે. જ્યાં રામ ઝુલા, લક્ષ્મણ ઝુલા સહિત સ્થળોની મુલારાત લઈ ઋષિકેશથી ટ્રેનમાં બેસવાનું રહેશે.

પાંચમાં દિવસે તમે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર આગમન 15:35 કલાકે પહોંચી જશો. હવે આ ટુર પેકેજના ભાડાની વાત કરીએ તો 11500 છે, જો તમે આ ટુર પેકેજ બુક કરાવવા માંગતા હોય તો આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ આ ટુર પેકેજ બુક કરાવી શકો છો.