
આ કંપનીમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અજય દેવગન, રિતિક રોશન, સારા અલી ખાન, એકતા કપૂર, ટાઈગર શ્રોફ અને રાજકુમાર રાવ સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે રોકાણ કર્યું છે.

4 ડિસેમ્બર, 2024ના રોજ કંપનીએ શેર દીઠ રૂ. 150ના દરે ખાનગી પ્લેસમેન્ટ દ્વારા અંદાજે રૂ. 407.6 કરોડ એકત્ર કર્યા હતા. આમાં અમિતાભ બચ્ચને 10 કરોડ રૂપિયામાં લગભગ 6.7 લાખ શેર ખરીદ્યા, જ્યારે શાહરૂખ ખાન ફેમિલી ટ્રસ્ટે 10.1 કરોડ રૂપિયામાં લગભગ 6.75 લાખ શેર ખરીદ્યા. રિતિક રોશને પણ 70,000 શેર 1 કરોડ રૂપિયાથી વધુમાં ખરીદ્યા હતા.

કંપની હવે અંદાજે રૂ. 1,000 કરોડ એકત્ર કરવા માટે IPO લાવવાની તૈયારી કરી રહી છે. કંપનીના અધિકારીઓ હાલમાં ઓફર દસ્તાવેજને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે.