
દુનિયાની સૌથી અમીર ક્રિકેટ લીગ એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ના ફાઇનલ મુકાબલામાં (31 મે) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સ સામે જીત મેળવી હતી. આ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયો હતો.

19મી સીઝનનો ખિતાબ જીતનારી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પ્રાઇઝ મની (ઇનામી રકમ) તરીકે 20 કરોડ રૂપિયા મળ્યા હતા. આવી સ્થિતિમાં સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે, આખરે આ પૈસા કોના ખાતામાં આવશે? મેદાન પર પરસેવો પાડનારા ખેલાડીઓના હિસ્સામાં કે અબજોપતિ માલિકોના હિસ્સામાં?

BCCIએ IPL હેઠળ મળનારી પ્રાઇઝ મનીની વહેંચણીને લઈને કડક નિયમો બનાવ્યા છે. આ નિયમો અનુસાર, ફાઇનલ મુકાબલો જીતનારી ટીમને મળનારી પ્રાઇઝ મનીનો એક ભાગ એ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને મળવો અનિવાર્ય છે, જેઓ ટીમને ચેમ્પિયન બનાવવા માટે મેદાન પર સખત મહેનત કરે છે. BCCIએ સ્પષ્ટ કરી દીધું છે કે, કોઈ પણ ફ્રેન્ચાઈઝી પૂરેપૂરી પ્રાઇઝ મની પોતાની પાસે રાખી શકે નહીં. તેણે નક્કી કરેલા નિયમો મુજબ આનો એક નિશ્ચિત ભાગ પોતાની ટીમ સાથે શેર કરવો પડશે.

આઈપીએલનો ખિતાબ જીતનારી ટીમને 20 કરોડ પ્રાઇઝ મની મળશે. આને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એક ભાગ ઓનર (માલિક) અને બીજો ભાગ ખેલાડીઓને આપવામાં આવે છે. એવામાં ફ્રેન્ચાઈઝી માલિકને 10 કરોડ અને ખેલાડીઓ-કોચિંગ સ્ટાફને 10 કરોડ રૂપિયા મળશે. આ સિવાય ખેલાડીઓને તેમની ફી પણ મળે છે.

જો કે, ફ્રેન્ચાઇઝ માલિકો ફક્ત આ ₹10 કરોડની ઇનામી રકમ માટે આટલી મોટી રકમ ખર્ચતા નથી. ઇનામી રકમ ઉપરાંત, ફ્રેન્ચાઇઝ માલિકો મીડિયા રાઇટ્સ, હોમ-ગ્રાઉન્ડ ટિકિટ વેચાણ, સ્પોન્સરશિપ ડીલ્સ અને એસોસિયેટ પાર્ટનર્સમાંથી પણ આવક મેળવે છે.
Published On - 7:58 pm, Sun, 31 May 26