
IPLની લખનઉં સુપર જાયન્ટના કેપ્ટન ઋષભ પંતને 2022માં કાર એક્સિડેન્ટમાં ગંભીર ઈજા થઈ હતી. ઈજાને કારણે તે લાંબો સમય બેડ રેસ્ટ પર રહ્યો અને ક્રિકેટ મેદાનથી પણ દૂર રહ્યો હતો. જોકે એક્સિડન્ટ બાદ પંતને ઘણી ઝડપથી રિકવરી મેળવી લીધી અને ફરી પાછો મેદાન પર ઉતરી આવ્યો. હવે તે IPLની લખનઉં સુપર જાયન્ટ ટીમથી રમી રહ્યો છે ત્યારે પંતે ઝડપથી રિકવી મેળવવા તેના આહારમાં શું સામેલ કર્યું ચાલો જાણીએ. (ફોટો ક્રેડિટ-Revsportz)

તેની ઝડપી રિકવરી ફક્ત તબીબી સારવારને આભારી ન હતી; તેના આહારમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. પંતે જાતે જ તેની રિકવરી યાત્રા વિશે લોકપ્રિય કોમેડી શો ધ કપિલ શર્મા શોમાં ખુલાસો કર્યો હતો. (ફોટો ક્રેડિટ-Revsportz)

ક્રિકેટરે કહ્યું હતુ કે તેમના અકસ્માત પછી, તેમણે ફક્ત બે થી ત્રણ મહિના સુધી માત્રને માત્ર એકલી ખીચડી ખાધી હતી. તમને પણ જાણીને નવાઈ લાગશે કે કોઈ અકસ્માત વાળો વ્યક્તિ માત્ર ખીચડી ખાઈને કઈ રીતે સાજો થઈ શકે છે. પણ ન્યૂટ્રીશન સ્વાતી જેને પંતની રિકવરીમાં મોટો ભાગ ભજવ્યો હતો તેણે રોજ ખીચડી ખાવાના ફાયદા જણાવ્યા હતા. (ફોટો ક્રેડિટ-Revsportz)

સ્વાતિએ સમજાવ્યું કે ખીચડી એ ઋષભ પંતના સ્વસ્થ થવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નોંધપાત્ર રીતે, સ્વાતિએ પંતના વ્યક્તિગત પોષણશાસ્ત્રી તરીકે સેવા આપે છે, આ હકીકત તેમણે તેમના વીડિયો પોસ્ટમાં પણ પ્રકાશિત કરી હતી. તેમણે સમજાવ્યું કે ખીચડી તેમના શરીરમાં ઊંડા, કુદરતી ઉપચાર પ્રક્રિયાને સરળ બનાવે છે. નિષ્ણાતોના મતે, આઘાત, બળતરા અથવા ઈજાના સમયે, શરીરને આહાર જટિલતાની જરૂર નથી; તેના બદલે, તેને સલામતી અને સંતુલનની જરૂર છે. (ફોટો ક્રેડિટ-Revsportz)

સ્વાતીએ વધુમાં સમજાવ્યું કે તેમણે અકસ્માત પછી પંતના સ્વસ્થ થવામાં મદદ કરવા માટે આ પરંપરાગત આયુર્વેદિક વાનગી જાણી જોઈને પસંદ કરી હતી. તે બળતરા ઘટાડવા, શક્તિ વધારવા અને પાચન સ્વાસ્થ્ય સુધારવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. તેથી, ખીચડી ને ક્યારેય ઓછી ના આંકની જોઈએ. ખીચડી - જેને ઘણીવાર "બીમાર વ્યક્તિનો ખોરાક" તરીકે ઓળખવામાં આવે છે - તે તમારા સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરે છે. (ફોટો ક્રેડિટ-Revsportz)

આ જ કારણ છે કે, આજના સમયમાં, ઘણા આધુનિક રમતવીરો તેમના સ્વસ્થ થવામાં મદદ કરવા માટે ખીચડી તરફ વળ્યા છે. તે સંપૂર્ણપણે સાત્વિક, આરોગ્યપ્રદ અને શક્તિ વધારનારી વાનગી છે. (ફોટો ક્રેડિટ-Revsportz)