
આજની મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામેની હાઈ-વોલ્ટેજ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના સૌથી મોંઘા ખેલાડીએ ચાહકોને ભારે નિરાશ કર્યા છે. વાત એમ છે કે, જે ખેલાડીને હરાજીમાં ₹25.20 કરોડ જેવી માતબર રકમ આપીને ટીમમાં જોડવામાં આવ્યો હતો, તે આજે મુંબઈના બોલરો સામે સાવ લાચાર દેખાયો અને 25 રનનો આંકડો પણ પાર કરી શક્યો નહીં.

શરૂઆતની મેચમાં ગ્રીનનું આ નબળું પ્રદર્શન KKR માટે ચિંતાનો વિષય બન્યું છે, કારણ કે આટલી મોટી કિંમત સામે તેનું મેદાન પરનું યોગદાન અત્યારે શૂન્ય જેવું લાગી રહ્યું છે. હાલની પરિસ્થિતિ મુજબ, જ્યાં અજિંક્ય રહાણે 63 રન બનાવીને શાનદાર બેટિંગ કરી રહ્યો છે, ત્યાં ₹25.20 કરોડની માતબર રકમ મેળવનાર કેમેરોન ગ્રીન માત્ર 10 બોલમાં 18 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

ઠાકુરના બોલ પર રૂધરફોર્ડના હાથે કેચ આપીને ગ્રીન સસ્તામાં પેવેલિયન ભેગો થયો હતો. હાલમાં મેચની પરિસ્થિતિ મુજબ, કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે આ મેચમાં શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું છે. ટીમે માત્ર 12.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 143 રન બનાવી લીધા છે. કેપ્ટન અજિંક્ય રહાણેએ જવાબદારીપૂર્વક બેટિંગ કરતા માત્ર 39 બોલમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 67 રન ફટકારી અણનમ રહ્યો છે. તેની સાથે ફિન એલને પણ માત્ર 17 બોલમાં 37 રનની તોફાની ઈનિંગ રમી ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી.

આ સિવાય કેપ્ટન રહાણે સાથે હાલ અંગક્રિશ રઘુવંશી 15 રને અણનમ રમી રહ્યો છે. હાલમાં ટીમ 11.14 ના રન રેટ સાથે રમી રહી છે. આ જોતા એવું લાગે છે કે, KKR એક મોટો સ્કોર ઊભો કરવામાં સફળ રહેશે. રિન્કુ સિંહ અને સુનિલ નરેન જેવા વિસ્ફોટક બેટ્સમેનો હજુ બેટિંગમાં આવવાના બાકી હોવાથી મુંબઈ ટીમ માટે મુશ્કેલી વધી શકે છે.

કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેનો સામે વિરોધી ટીમના બોલરો ખાસ પ્રભાવ પાડી શક્યા નથી. અત્યાર સુધી માત્ર શાર્દુલ ઠાકુર જ સફળ બોલર સાબિત થયો છે, જેણે 2 ઓવરમાં 19 રન આપીને 2 મહત્વની વિકેટો ઝડપી છે. અન્ય સ્ટાર બોલરો રન રોકવામાં નિષ્ફળ રહ્યા છે. હાર્દિક પંડ્યા સૌથી મોંઘો સાબિત થયો છે, જેણે માત્ર 2 ઓવરમાં 14.50 ની ઇકોનોમીથી 29 રન આપ્યા છે. જસપ્રીત બુમરાહે 2 ઓવરમાં 16 રન આપીને થોડો અંકુશ રાખવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેને કોઈ વિકેટ મળી નથી. ટ્રેન્ટ બોલ્ટ અને એએમ ગઝનફર પણ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા છે અને બંનેએ અનુક્રમે 28 અને 34 રન આપ્યા છે. મયંક માર્કંડેએ તેની એકમાત્ર ઓવરમાં 16 રન આપતા બોલિંગ લાઇનઅપ અત્યારે દબાણમાં દેખાઈ રહી છે.