IPL 2024 : વાનખેડે સ્ટેડિયમમાં ચાહકોએ કરી એવી ડિમાન્ડ કે, વિરાટ કોહલીએ કાન પકડ્યા, જુઓ ફોટો

|

Apr 12, 2024 | 12:59 PM

ક્રિકેટના મેદાન પર ચાહકો ખેલાડીઓ સાથે અજીબો ગરીબ માંગ કરતા હોય છે. વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલ 2024ની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુંની ટીમને આમને સામને હતી. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર જીત મેળવી છે.

1 / 5
વિરાટ કોહલી ક્રિકેટના મેદાન પર પોતાની ભાવના છુપાવતો નથી. મેદાન પર આઉટ થઈ પણ જાય કે પછી મોટી ઈનિગ્સ રમે વિરાટના એક્સપ્રેશનથી ખબર પડી જાય છે કે, તેની અંદર શું ચાલી રહ્યું છે. ગુરુવારના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટક્કર મુંબઈ ઈન્ડિયન્સ સામે હતી. જેમાં વિરાટ કોહલી સ્ટેડિયમમાં હાજર ચાહકો સાથે  અનેક ઈશારા કરતો જોવા મળ્યો હતો.

2 / 5
મુંબઈ ઈન્ડિયન્સની ઈનિગ્સ દરમિયાન વિરાટ કોહલી લોન્ગ ઓફ ફીલ્ડિંગ માટે આવ્યો હતો. ત્યારે ચાહકોએ કોહલીને બોલિંગ આપવાની માગ કરી હતી. તમામ ચાહકો કોહલીને બોલિંગ આપો તેવા નારા લગાવી રહ્યા હતા.

3 / 5
વિરાટે તેના કાન પકડ્યા અને ના પાડી હતી.આ પછી તેણે હાથ હલાવીને ચાહકોનું અભિવાદન પણ સ્વીકાર્યું હતું. આઈપીએલમાં વિરાટ કોહલીએ 40 ઓવરથી વધુ બોલિંગ કરી છે અને પોતાના નામે 4 વિકેટ પણ નોંધાવી છે.

4 / 5
વિરાટ કોહલી જ્યારે મેદાન પર આવે છે ત્યારે રનનો વરસાદ પાક્કો માનવામાં આવે છે. આઈપીએલ 2024માં પણ આવું જ જોવા મળી રહ્યું છે. તે એકમાત્ર એવો ખેલાડી છે જેણે પોતાના બેટથી 300 થી વધુ રન બનાવ્યા છે અને તે ઓરેન્જ કેપમાં પહેલા નંબર પર છે.

5 / 5
વાનખેડે મેદાન પર વિરાટ કોહલી માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 9 બોલનો સામનો કર્યો અને તેનો સ્ટ્રાઈક રેટ 33.33 હતો. મોટી વાત એ છે કે તેની વિકેટ જસપ્રિત બુમરાહે લીધી હતી.

Next Photo Gallery