
અદાલતને તેની તપાસમાં જાણવા મળ્યું કે, ઇઝરાયલના પીએમએ યુદ્ધના બહાને પેલેસ્ટિનિયન નાગરિકોની હત્યા કરાવી અને ગાઝાના વિનાશનો આદેશ પણ આપ્યો. આ તમામ પાસાઓને ધ્યાનમાં લઈને આઈસીસીના ન્યાયાધીશોએ તેની સામે વોરંટ જાહેર કરવાનો નિર્ણય લીધો હતો.

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ, વોરંટ અંગે પોતાનો નિર્ણય તમામ સભ્ય દેશોને મોકલશે. તેમ છતાં આઈસીસીનું વોરંટ સભ્ય દેશો માટે માત્ર એક સલાહ છે, તેઓ તેનું પાલન કરવા બંધાયેલા નથી. આની પાછળનો તર્ક એ છે કે દરેક દેશ પોતાની આંતરિક અને વિદેશ નીતિ નક્કી કરવા માટે સ્વતંત્ર છે. આ કારણોસર, અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની જેમ, ICC પણ તેને સ્વીકારે છે.

ICC કોર્ટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જાહેર કર્યું હતું. તે યુક્રેનમાં નરસંહારના કેસોમાં દોષી સાબિત થયા હતા. આમ છતાં પુતિને ઘણા દેશોની મુલાકાત લીધી છે.