
રાધાકૃષ્ણ દમાણી આ વર્ષે ભારતમાં બીજા ક્રમે સૌથી વધુ કમાણી કરનારા અબજોપતિ છે. આ વર્ષે તેમની કુલ સંપત્તિમાં $4.29 બિલિયનનો વધારો થયો છે. આ પછી તેમની કુલ સંપત્તિ 20.6 બિલિયન ડોલર થઈ ગઈ છે. રાધાકૃષ્ણ દામાણી 96માં સ્થાને છે.

વર્ષ 2025 ની શરૂઆતથી, મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં $3.54 બિલિયનનો વધારો થયો છે. જે પછી તેમની કુલ સંપત્તિ $94.10 બિલિયન થઈ ગઈ. તે વિશ્વમાં 16મા ક્રમે છે. ગૌતમ અદાણીની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો, આ વર્ષની શરૂઆતથી તેમની સંપત્તિમાં $900 મિલિયનનો વધારો થયો છે. જે પછી તેમની કુલ સંપત્તિ વધીને $79.6 બિલિયન થઈ ગઈ છે.