
રેલવે મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, નવી દિલ્હી રેલવે સ્ટેશને એક વર્ષમાં જ 1000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ આંકડો તેને A1 શ્રેણીના ટોચના સ્ટેશનોમાંનું એક બનાવે છે, જ્યાં સૌથી વધુ આવક થાય છે.

આ સ્ટેશન માત્ર કમાણીમાં જ નહીં પરંતુ સુવિધાઓમાં પણ નંબર વન માનવામાં આવે છે. અહીં મુસાફરો માટે એરપોર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમ કે વેઇટિંગ લાઉન્જ, એસ્કેલેટર, ફ્રી વાઇ-ફાઇ, બ્રાન્ડેડ ફૂડ શોપથી લઈને ડિજિટલ ડિસ્પ્લે. હવે તેને ડેવલોપ કરવાનો પણ પ્લાન ખૂબ જોરમાં આગળ વધી રહ્યોં છે.

આ ઉપરાંત, સરકારે આ સ્ટેશનના આધુનિકીકરણ તરફ પણ ઘણા મોટા પગલાં લીધા છે. નવી દિલ્હી રેલવે સ્ટેશનને વિશ્વ કક્ષાનું ટ્રાન્ઝિટ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ માટે હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે આગામી સમયમાં આ સ્ટેશન વધુ આધુનિક બનશે.