
વરુણ ચક્રવર્તી પણ મોંઘો સાબિત થયો છે. પહેલી ઓવરમાં 11 રન અપાવ્યા. ચક્રવર્તીએ પહેલા જ બોલમાં વાઈડ ફેંક્યો.

ઈન્ડિયા vs ન્યુઝીલેન્ડ મેચમાં રાચીન રવીન્દ્રને ત્રણ વાર જીવનદાન મળતા હવે ભારત માટે આ ખેલાડી ઘાતક સાબિત થઈ શકે છે. 8મી ઓવરમાં શ્રેયસ ઐયરે મિડવિકેટ પર તેનો કેચ છોડી દીધો. આ જ ઓવરમાં, રિવ્યૂ લઈને તેને આઉટ થવાથી બચાવી લેવામાં આવ્યો.

મહત્વનું છે કે આ બાદ કુલદીપ યાદવે પોતાની પહેલી ઓવરના પહેલા બોલ પર રચિન રવિન્દ્રને બોલ્ડ આઉટ કર્યો. ગુગલી બોલ તે રમી ન શક્યો. રચિન 29 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. (All Image - BCCI)