
આ વર્ષે MSCI ઇન્ડિયા ઇન્ડેક્સ 8% વધ્યો છે પરંતુ હજુ પણ EM બેન્ચમાર્કથી પાછળ છે. રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યા પછી રૂપિયો સ્થિર થઈ શકે છે અને બોન્ડ્સને પણ ટેકો મળવાની અપેક્ષા છે. વર્ષ 2025 માં આંચકાઓ છતાં ભારતનું અર્થતંત્ર અપેક્ષા કરતા વધુ મજબૂત રહ્યું છે. શુક્રવારે સત્તાવાર ડેટા મુજબ, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં GDP એક વર્ષ અગાઉની સરખામણીમાં 8.2% વધ્યું છે. ટોચની 100 કંપનીઓની કમાણી 12% વધી છે, જે અપેક્ષા કરતા પણ સારી છે.

જો કે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે યુએસ ટેરિફના કારણે આગામી નાણાકીય વર્ષ માટે દેશના વૃદ્ધિદરનો પોતાનો અંદાજ 6.4 ટકા પરથી ઘટાડીને 6.2 ટકા કર્યો છે. એવામાં હાઇ વેલ્યુએશન, નબળા નિકાસ, રેકોર્ડ ટ્રેડ ડેફિસિટ અને વૈશ્વિક અનિશ્ચિતતા જેવી પડકારો યથાવત છે. વિદેશી રોકાણકારોએ બે મહિનામાં $1.7 બિલિયન પાછા ખેંચી લીધા છે અને નિષ્ણાતો માને છે કે, ભારતીય ઇક્વિટી બજારો માટે સુધરેલા દૃષ્ટિકોણને કારણે વર્ષ 2026 માં આઉટફ્લોમાં ઉલટફેર જોવા મળી શકે છે.