Breaking News : ધડામ થયું બજાર.. 26 મહિના બાદ Sensex 72,000 ની નીચે, જાણો માર્કેટ તૂટવાના 5 મોટા કારણ

ભારતીય શેરબજારમાં 26 મહિના પછી સેન્સેક્સ 72,000 નીચે બંધ થયો છે, જેનાથી રોકાણકારોને 9.43 લાખ કરોડનું મોટું નુકસાન થયું છે. આ ઘટાડા પાછળ ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો, વિદેશી રોકાણકારોની વેચવાલી સહિતના અનેક કારણો છે.

| Updated on: Mar 30, 2026 | 4:48 PM
1 / 8
ભારતીય શેરબજારમાં ભારે નુકસાન જોવઆ મળી રહ્યું છે. 30 માર્ચના રોજ સેન્સેક્સ અને નિફ્ટી બંને પર સતત બીજા દિવસે ભારે વેચાવલીનું દબાણ રહ્યું. પરિણામે સેન્સેક્સ 1,635.67 પોઈન્ટ (2.22%) ઘટીને 71,947.55 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 488.20 પોઈન્ટ (2.14%) ઘટીને 22,331.40 પર બંધ થયો. આ સાથે જ લગભગ 26 મહિનાઓ પછી પહેલી વાર સેન્સેક્સ 72 હજારની નીચે બંધ થયો છે. આ મોટા પડકારને કારણે રોકાણકારોને કુલ 9.43 લાખ કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું.

2 / 8
શેરબજાર બંધ થયા પછી, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પણ ટ્રેડિંગ સ્થગિત રહેશે. એક્સચેન્જ સવાર અને સાંજ બંને સત્રો દરમિયાન બંધ રહેશે. (ફોટો ક્રેડિટ-File Image)

3 / 8
આર્થિક વર્ષ 2026 પણ હવે પૂર્ણ થવાના આરે છે અને બજારનું પ્રદર્શન FY2020 પછીનું સૌથી નબળું જોવા મળી રહ્યું છે. ભારત-પાકિસ્તાન વચ્ચે વધતો તણાવ, અમેરિકાની સાથેના વેપારને લઈને અનિશ્ચિતતા અને ઈરાન સાથેના સંઘર્ષ જેવી વૈશ્વિક પરિસ્થિતિઓએ પણ બજારના સેન્ટિમેન્ટને અસર કરી છે. સાથે જ વિદેશી રોકાણકારો સતત ભારતીય બજારમાંથી પૈસા કાઢી રહ્યા છે, જેના કારણે વધુ દબાણ સર્જાયું છે.

4 / 8
જો કે, આજનો દિવસ બીજા કારણોસર પણ મહત્વપૂર્ણ છે. 31 માર્ચ નાણાકીય વર્ષનો અંતિમ દિવસ છે, જેને "બેંક ક્લોઝિંગ ડે" પણ કહેવામાં આવે છે. આ દિવસને "સેટલમેન્ટ હોલિડે" તરીકે ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે, સેટલમેન્ટ હોલિડે પર ટ્રેડિંગની મંજૂરી હોય છે, જોકે ક્લિયરિંગ અને સેટલમેન્ટ પ્રક્રિયાઓ થતી નથી. જો કે, આ ચોક્કસ પ્રસંગે, મહાવીર જયંતીને કારણે, તે સંપૂર્ણ રજા હોય છે; પરિણામે, ટ્રેડિંગ પણ થતું નથી. (ફોટો ક્રેડિટ- File Image)

5 / 8
ગુડ ફ્રાઈડે ખ્રિસ્તી ધર્મમાં એક મહત્વપૂર્ણ દિવસ છે. આ કારણોસર, ભારતના ઘણા ભાગોમાં તેને જાહેર રજા તરીકે મનાવવામાં આવે છે, અને બજારો બંધ રહે છે. (ફોટો ક્રેડિટ-File Image)

6 / 8
વિદેશી રોકાણકારોની સતત વેચવાલી પણ બજાર માટે ચિંતાનો વિષય બની છે. છેલ્લા ઘણા સત્રોથી FII સતત નેટ સેલર રહ્યા છે, જેના કારણે બજારમાં વિશ્વાસ ઓછો થયો છે. માત્ર એક જ દિવસે વિદેશી રોકાણકારોએ હજારો કરોડ રૂપિયાના શેર વેચી નાખ્યા છે.

7 / 8
આ બધાની વચ્ચે રૂપિયા પણ ભારે દબાણમાં આવી ગયો છે. ડોલર સામે રૂપિયા પહેલી વાર 95ના ઐતિહાસિક સ્તર પાર કરી ગયો છે. નિષ્ણાતોના મતે, તેલની વધતી કિંમતો અને વિદેશી મૂડીની બહાર નીકળવાની પ્રક્રિયા રૂપિયા પર વધુ દબાણ ઉભું કરી રહી છે.

8 / 8
આ ઉપરાંત, નિફ્ટીની માસિક F&O એક્સપાયરીને કારણે પણ બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો. સામાન્ય રીતે એક્સપાયરીના દિવસોમાં ટ્રેડર્સ તેમની પોઝિશન બદલતા હોવાથી બજાર વધુ અસ્થિર રહે છે. સમગ્ર પરિસ્થિતિને જોતા એવું કહી શકાય કે વૈશ્વિક અને સ્થાનિક બંને કારણોસર શેરબજારમાં હાલ ભારે અનિશ્ચિતતા અને દબાણનું વાતાવરણ છે, જેના કારણે રોકાણકારોએ સાવચેતી રાખવી જરૂરી બની ગઈ છે.

Follow Us