
તેના જવાબમાં રેલવે મંત્રાલયનું કહેવું છે કે, 'જો કોઈ સ્ટેશનને બિનઉપયોગી માનવામાં આવે છે અથવા તે સ્ટેશનને મુસાફરોની સુવિધાના સંદર્ભમાં યોગ્ય માનવામાં આવતું નથી તો રેલવે પ્રશાસન તેને બંધ કરી શકે છે.

તેને ક્યારે બંધ કરી શકાય?- રેલવે કોઈપણ હોલ્ટ સ્ટેશન (હોલ્ટ ગ્રેડ 1 થી 3) પર બંધ કરી શકાય છે જ્યાં બ્રાન્ચ લાઈનો પર મુસાફરોની સરેરાશ સંખ્યા દરરોજ 25 મુસાફરો કરતાં ઓછી હોય છે અને મુખ્ય લાઈનો પર દરરોજ 50 કરતાં ઓછા મુસાફરો હોય તો રેલવે તે સ્ટેશનને બંધ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે ઉપયોગમાં ન હોય તેવા સ્ટેશનોની ઓળખ કરવી અને તેને બંધ કરવી એ સતત પ્રક્રિયા છે. ઉદાહરણ તરીકે 2020-21માં આંધ્ર પ્રદેશમાં 7 સ્ટેશનો ઉપયોગમાં નહોતા તો તેને બંધ કરવામાં આવ્યા હતા.