
નવા નિયમો હેઠળ હવે એસી કોચ માટે માત્ર 60% અને સ્લીપર કોચ માટે 30% બેઠકોના આધારે જ વેટિંગ ટિકિટ આપવામાં આવશે. આ પગલાં ટ્રેન અને પ્લેટફોર્મ પરની ભીડ ઘટાડવામાં મદદરૂપ બનશે.

15 જુલાઈથી તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધારકાર્ડ સાથે જોડાયેલ મોબાઇલ નંબર પર મળતાં ઓટીપીની જરૂર પડશે. ઓટીપી દાખલ કર્યા પછી જ ટિકિટ બુકિંગ પૂર્ણ થશે.